________________
શતક શું ઃ ઉદ્દેશક-૩૧
૩૪૭ કેડાછેડી જેટલા કર્મો શેષ રહે છે અને ૬૯ કડાકેડી સાગરેપમ જેટલાં ભયંકર કર્મો લગભગ ક્ષય પામે છે અથવા શક્તિહીન બને છે. તે સમયે આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે જે અભૂતપૂર્વ હોય છે. આ પ્રકાશ પામેલે આત્મા જ બોધલાભનો માલિક બને છે.
અનંતાનુબંધી કષાને દબાવ્યા વિના કે ક્ષય પમાડ્યા વિના મહારાજાનું તથા તેના સૈનિકેનું જોર કોઈ કાળે પણ
છું પડતું નથી. ત્યારે મહરાજાને માર ખાઈને મડદાલ બનેલે આત્મા પણ લગભગ મડદાલ જ જ હોય છે.
માટે સમ્યક્ત્વ(બેધિલાભ)ને માટે કષાનું દમન તથા મારણ જ મુખ્ય અને અજોડ કારણ છે.
ઈન્દ્રપદ મેળવીને કબૂતરોની જેમ ઉડતા પર્વતની પાળે કાપવી સરળ છે, ચકવતી કે વાસુદેવપદના ભોક્તા બનીને લાખ કરોડે માનવને યમસદનના અતિથિ બનાવવા પણ કઠણ નથી, ભેગ વિલાસમાં પૂર્ણ મસ્ત બનીને જીંદગી પૂર્ણ કરવી એ પણ સુલભ છે, અને વ્યાપારમાં છળ, પ્રપંચ દ્વારા લાખ કરોડ રૂપિયાની માયા ભેગી કરવી અને તેના ભેગવટામાં જીવન યાપન કરવું તે પણ સુલભ છે. પર તુ પોતાના આત્માનું દમન, કષાયોનું શમન, ઈન્દ્રિયોનું મારણ, વૃત્તિઓનું નિરાસન કરવુ અત્યંત કઠણ છે. છતાં પણ મોક્ષાભિલાષી આત્મા સરળ તાથી કરી શકે છે. - ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો! ધિલાભની પ્રાપ્તિમાં મૂળ કારણ શું છે?