________________
३४४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૧. સંસારના જીવમાત્રને હિંસા–ચેરી–મથુન અને પરિગ્રેડ રૂપી મહાપાપમાંથી બચાવીને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સ તેષ ધર્મ આપનારો થાઉં. - ૨ દીન, દુઃખી, અનાથ અને કર્મોના કારણે પરેશાન બનેલા જેને હું સહાયક બનું.
૩. દ્રવ્ય અને ભાવ દરિદ્રતાને દૂર કરાવીને તેમને ધર્મરૂપી આંબાના ઝાડ નીચે લાવનાર બનું.
૪. કામીઓના કામને દૂર કરાવું.' પ. ક્રોધીઓના ક્રોધને ભગાડનારો બનું. ૬ માયાવીઓને માયાની જાળમાંથી મુક્ત કરૂં ૭ સંતોષામૃત આપીને સૌને સંજીવન કરૂં. ૮ દ્રવ્ય અને ભાવ રેગીઓને ક્ષમા આદિ દશ પ્રકારના ઔષધના પડિકાઓ આપીને રોગમુક્ત કરૂં.
આવા પ્રકારની અને બીજા જેને માટે સર્વથા અશક્ય માટે જ અભૂતપૂર્વ તથા અજોડ ભાવદયાથી પ્રેરાયેલા એ મહાપુરૂષ વીશસ્થાનકેની ઉત્કૃષ્ટતમ, નિષ્કામ અને નિર્વ્યાજ આરાધના કરીને, પોતાના આત્માને દ્રવ્ય તથા ભાવકર્મોમાંથી મુક્ત કરી તીર્થકર નામકર્મની નિકાચના કરી ત્રીજે ભવે પણ ઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન મેળવવાને માટે ભાગ્યશાળી બને છે અને તરત જ ત્રીજા ભવે ઉપાજિત તીર્થંકર નામકર્મને ઉદય થતા સમવસરણમાં બિરાજમાન થઈ જીવમાત્રને ધર્મોપદેશ આપે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થકર બને છે.