________________
શતક નવમું : ઉદ્દેશક-૩ થી ૩૦ .
જેમાં એકએક અન્તપનો એકએક ઉદ્દેશે જાણવે. આ પ્રમાણે ૨૮ અન્તર્કંપના ૨૮ ઉદ્દેશા જાણવા
આ દ્વીપમાં મનુષ્ય રહે છે અને જીવાભિગમ સૂત્રથી અન્તદ્વનું વર્ણન જાણી લેવા ટીકાકારે ભલામણ કરી છે.
કે ત્રણથી ત્રીસ ઉદેશ સમાસ :
શતક નવમું : ઉદ્દેશક-૩૧ સાંભળ્યા વિના પણ ધર્મ પામે?
અશ્રુત્વા એટલે અરિહંતાદિ પાસેથી સાંભળ્યા વિના પણ સાધકને અરિહંતધર્મની, બધિલાભની, અનગારધર્મની, બ્રહ્મ ચર્યધર્મની, સંયમની તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આદિ ૧૧ પદની પ્રાપ્તિ થઈ શકે છે ? થતી હોય તે કયા કારણે? અને નહી થવામાં કારણ શું ?
પ્રશ્નને હાર્દ સમજીએ તે પહેલા પારિભાષિક શબ્દને સંક્ષેપથી જાણું લઈએ. (૧) તીર્થકર : - આ પદને પ્રાપ્ત કરવાની ચેગ્યતાવાળા ભાગ્યશાળીઓને બેત્રણ ભવ પહેલાથી જ આવી ભાવના ઉદ્ભવે છે.