________________
શતક શું : ઉદ્દેશક-૧
૩૪૧ ત્યારે ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે પ્રભે! જમ્બુદ્વીપ કયાં આવ્યું? કેવા સ્થાને છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ!
અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે, બધાએ કરતાં નાને, ગાળ થાળીના આકાર જે જમ્બુદ્વીપ છે. શરીરની બરાબર વચ્ચે જેમ નાભી હોય છે તેમ આ દ્વીપની વચ્ચે લાખ એજન ઉચે મેરૂપર્વત છે અને ૧૪૫૬૦૦૦ નદીઓ છે તે આ પ્રમાણે –
ભરતક્ષેત્રમાં ગગા અને સિંધુ નદી છે - ઐરાવતક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નદી છે.
આ નદીઓની ૧૪–૧૪ હજાર શાખા છે. એ બધી નાની નદીઓ આ ચારે મોટી નદીઓમાં ભેગી મળે છે. એટલે ચારેની પ૬૦૦૦ની સંખ્યા થઈ.
હૈમવતક્ષેત્રે હિતા અને રોહિતાશા નદી છે હિરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા નદી છે. પ્રત્યેકને ૨૮–૨૮ હજાર એટલે ૧,૧૨,૦૦૦ શાખા છે.
હરિવર્ષક્ષેત્રે હરિ અને હરિકાંતા નદી છે.
સમ્યક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નદી છે. પ્રત્યેકને પદ-૫૬ હજાર નદીઓ છે.
મહાવિદેહક્ષેત્રે સીતા અને સીતાદા છે. પરિવાર સંખ્યા ૫,૩૨,૦૦૦ છે. * આ બબ્બે નદીઓમાંથી પહેલી નદી પૂર્વના સમુદ્રને અને બીજી નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આને લગતું વધારે વર્ણન જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિથી જાણું લેવા માટેની ભલામણ ટીકાકારે કરી છે.
કે પહેલે ઉદ્દેશ સમાપ્ત.