________________
३४०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નામની નગરી ઘણી જ વિશાલ અને સમૃદ્ધ હતી નમિરાજષિ ત્યાં રાજય કરતાં હતાં. કાદવમાં ઉત્પન્ન થયેલા કમળની જેમ સંસારમાં રહ્યા છતાં પણ સંસારથી નિલેપ હતા
કામભોગો ફણીધરની ફણુ જેવા, કાચા કાચની બગડી જેવા, યૌવન પાના પરપોટા જેવું, શ્રીમંતાઈ અને સત્તા વિજળીના ચમકારા જેવી તથા રાધાવેધની જેમ મનુષ્ય અવતારને માનનારા હતા. માટે જ રાજ્યગાદી ઉપર બિરાજમાન હોવા છતાં પણ જન્મજન્મના વૈરાગી, ત્યાગી અને તપસ્વી હતા એક દિવસે માથામાં થયેલી વેદનાના કારણે રાજરાણુંઓ સુખડ આદિ ઔષધ ઘસી રહી હતી, ત્યારે રાણીઓના હાથમાં રહેલા છેચાર કંકણનો અવાજ પણ રાજાને માટે અસહ્ય હતો, પરંતુ જ્યારે એક જ ક કણ હાથમાં રાખીને રાણુંઓ ઔષધ ઘસવા લાગી ત્યારે અવાજ નહીં આવતાં રાજાજીએ પૂછ્યું કે, હે મંત્રી ! હવે અવાજ આવતા બંધ કેમ થયો ? મ ત્રીએ કહ્યું રાણીઓના હાથમાં એક જ કંકણ છે માટે અવાજ બ ધ થયેલ છે. આટલું સાંભળતાં જ વેદનામા પડેલા રાજાને આત્મા જાગૃત અને વિચારે ચડો કે “જ્યાં બે ત્રણનું મિલન હતુ ત્યાં દુઃખ હતુ, પણ જ્યારે રાણીઓએ એક જ કંકણ રાખ્યું ત્યારે મને સુખ લાગ્યું, માટે જ્યાં સંજોગ છે ત્યા દુઃખ છે.
“સનો મૂળ નીવે, પત્તા સુદ પરંપરા” આવા ત્યાગ-સંપન્ન રાજર્ષિની મિથિલામાં ભગવાન પધાર્યા છે ત્યાં દેવોએ સમવસરણની રચના કરી અને ભગવાન શ્રમણ અને શ્રાવકધર્મને તથા દાન, શિયલ, તપ અને ભાવધર્મને ઉપદેશ આપે, દેશના સમાપ્ત થઈ, પરિષદા પ્રસન્ન થઈ પિત. પિતાના ઘરે ગઈ.