________________
ત
,
શતક નવમું : ઉદ્દેશક-૧ અત્યાર સુધીના શતકમાં ઉદેશાઓની સંખ્યા દશ દશની જ હતી. જ્યારે આ શતકમાં ૩૪ ઉદ્દેશ છે. ઉદ્દેશાઓમાં વિષયાનુક્રમ :
૧. જમ્બુદ્વીપની વતવ્યતા. ૨. તિલદેની વક્તવ્યતા.
૩ થી ૩૦ અઠાવીસ અંતર્લીપના એકએકને એકએક ઉદેશે એમ ૨૮ ઉદ્દેશા.
૩૧. સાંભળ્યા વિના પણ ધર્મને મેળવે છે? ૩૨. ગાંગેય અનગારની વક્તવ્યતા. ૩૩. ઋષભદત, દેવાનંદા અને જમાલીનું વર્ણન, ૩૪. પુરૂષને મારનારની વતવ્યતા.
આમ ૩૪ ઉદેશે આ શતક પૂર્ણ થશે. જબૂઢોપ :
એક લાખ જન પ્રમાણે આ દ્વીપનું વર્ણન પહેલા ભાગમાં આવી ગયુ છે. જેમાં વર્ષો (સાત ક્ષેત્રે) અને વર્ષધરે (છ પર્વત) તથા તેનાં માપ આદિનું વર્ણન છે. આ ઉદેશે મિથિલાનગરીમાં ચર્ચા છે.
ચાલુ અવસર્પિણ કાળના ચેથા આરામાં જ્યારે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી વિચારી રહ્યાં હતાં તે સમયે મિથિલા