________________
૩૦
૩
છે
લિખિત પ્રત માં, તાડપત્રોમાં સુચારુરૂપે સાચવી રાખે, જેને લાભ આજે આપણે ઉઠાવી રહ્યા છીએ. વર્તમાનમાં પણ પૂ. આગમદારક જેવા મહાપુરુષેએ એ વારસાને પેઢી પરંપરાને અવિચ્છિન્ન મળતા રહે તે માટે અગાધ પ્રયાસ આદર્યો હતે.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પછી ૯૮૦ વર્ષના કાળ દરમ્યાન સાધુઓને સૂત્રો કઠસ્થ હતા, પરંતુ કાળબળ બુદ્ધિ
સ્મૃતિ અને શક્તિમાં ઓટ આવી, બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડ્યા. આવા પ્રસંગે આપણે દીર્ઘદષ્ટા મહાપુરુષ શ્રી દેવર્કિંગ ક્ષમાશ્રમણ, જેઓને એક પૂર્વનું જ્ઞાન હતું, તેમણે આ તરફ ૫૦૦-૫૦૦ શ્રમણ ભગવ તેને, સૂરિવને વલ્લભીપુર (વળા-સૌરાષ્ટ્ર)માં ભેગા કર્યા, અને બીજી તરફ શ્રમણ ભગ વંતે અને સૂરિ પુર દરને મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય મહારાજે ભેગા કર્યા સૌએ એકત્રિત થઈ આજ સુધી જે જ્ઞાન કઠસ્થ હતું તે બધું જ તેમણે ગ્રંથસ્થ કર્યું અને આપણા ઉપર અસીમ ઉપકાર કર્યો છે પૂર્વકાલીન પૂર્વાચા પાપભીરુ હતાં જેથી
જ્યાં જ્યાં શકા પડી, ત્યાં ત્યા ‘તરવ તુ સ્ટિમ્પિ ....” કહીને વાત રજુ કરી છેસૂત્ર સિદ્ધાત વિરુદ્ધ એક પણ શબ્દ કે અક્ષરને જે ઉથાપે તેને સંઘ બહાર મૂકવામાં આવતા હતા, એટલે આ વિષયમાં લાગવગ કે શરમ ચલાવતા ન હતાં આની અવછિન્ન પ્રણાલિકા હોવાના કારણે સૂત્ર સિદ્ધાંતોમાં કોઈ ભેળસેળ કરી શક્યું નથી.
આજે જે વિદ્યમાન આગમગ્રંથ છે તે જિનેશ્વર ભગવંતના કથન કરેલા જ છે એ નિઃસંદેહ હકીકત છે માટે જ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલા એક વખતના જૈન ધર્મના કટ્ટર દ્વેષી શ્રી હરિભકસૂરીશ્વરજી મહારાજા બ્રાહ્મણ અવસ્થામાં બોલી ઉઠ્યા હતા કે