________________
શતક ૮મું : ઉદ્દેશક–૧૧
૩૩૭ કેવળજ્ઞાનીને વેદનીય છે છતાં મેહનીય નથી, જ્યારે બીજા બધાઓને બંને હોય છે. આ પ્રમાણે વેદનીય અને આયુષ્ય કર્મ હોવા છતાં પણ કેવળજ્ઞાનીને મેહકર્મ નથી હોતું.
જીવ પણ પુદ્ગલ છે ? પ્રશ્ન-જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ ?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! જેમ જેની પાસે છત્ર, દડ કે ધન હોય છે તે માણસ છત્રી, દંડી કે ધની કહેવાય છે, તેમ પુદ્ગલે જેમને હોય તે પુદ્ગલી પણ કહેવાય છે. કેમકે શરીરમાત્ર પુદ્ગલ છે, ઈન્દ્રિય પુદ્ગલ છે, મન પુદગલ છે. સંસારી જીવ માત્રને આ ત્રણે હોય છે, માટે તે બધાએ પુદગલી હોય છે. અને જીવ પુદ્ગલ પણ છે કેમકે જીવ એ પુદ્ગલની સત્તા છે, માટે પુદ્ગલ પણ છે.
આ કારણેને લઈને જ જૈન શાસન અનેકાન્ત શાસન છે. ગધેડાની પૂંછડી પકડીને બેસનારની જેમ કેરા શબ્દોની માયાજાળમાં ન ફસાય તે અનેકાન્ત છે. શબ્દ તે સાધન છે અને અર્થ સાધ્ય છે આટલું ધ્યાનમાં રખાય તે જૈન શાસનને સ્યાદ્વાદ સર્વત્ર શાંતિ અને સમાધિ સર્જક બનીને સંસારને ન દનવન જેવું બનાવી દેવા માટે પૂર્ણ સમર્થ છે.
O
3 અગિયારમે ઉદેશે સમાસ