________________
૩૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જોરદાર હશે તે પણ સૂર્યના કિરણે સર્વથા અપ્રકાશમાન નથી હતા, અને જેમ જેમ વાયરાના જોરે વાદળાએ ખસતા જાય છે તેમ તેમ કિરણે પણ તેટલા અંશોમાં પ્રકાશ આપતા જાય છે.
આ પ્રમાણે સૂર્યના કિરણે જેવા આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીયાદિ કર્મોના વાદળાઓ પ્રવાહરૂપે અનાદિ કાળથી છે. તેથી અનંતશક્તિને આત્મા અપ્રકાશમાન જેવી અવસ્થા ભોગવી રહ્યો છે.
સમ્યગજ્ઞાનરૂપી વાયરે જ્યારે જોરદાર બને છે, ત્યારે કર્મો રૂપી વાદળાઓ પણ ધીમે ધીમે ખસતા જાય છે અને આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ સૂત્રમાં પ્રશ્ન અને ઉત્તર એટલે જ છે કે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિચ્છેદ અનંત હોય છે. કેવળજ્ઞાનીને છોડીને જીવમાત્રને એક એક પ્રદેશ અનંત અવિભાગ પરિરછેદ વડે વ્યાપ્ત હોય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મોનું પણ જાણવું. જેમને જ્ઞાનાવરણીય કર્મ હોય છે તેમને દર્શનાવરણીય કર્મ પણ અવશ્યમેવ હોય છે અને વેદનીયકર્મ પણ હોય છે. પણ વેદનીય કર્મના માલિકને જ્ઞાનાવરણીય કર્મ હોય પણ છે અને નથી પણ હતું. જેમ કે કેવળીને વેદનીય છે. પણ જ્ઞાનાવરણીય નથી. જેને મેહ કર્મ છે તેને જ્ઞાનાવરણીય જરૂર હોય છે, પણ જેને જ્ઞાનાવરણીય છે તેમને મેહનીય હોય કે ન પણ હોય, કારણ કે કેવળજ્ઞાન થતા ઘાતી કર્મોમાંથી સૌથી પહેલા મેહનીય છેદ થાય છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય છેદય છે, માટે તે મહાપુરુષને મેહનીય નથી છતાં પણ અમુક સમય પૂરતું જ્ઞાનાવરણીય હોય છે.