________________
શતક ૮મું : ઉદ્દેશક–૧૧
૩૩૫ સામેથી આવતા શત્રુ મહાશત્રુને જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં ઢગલાબંધ વિચારોની આવ-જા થઈ જાય છે અને શરીરને પરમાણુ પરમાણુ ક્રોધાવેશમાં આવી જાય છે.
પ્રેમપાત્ર સ્ત્રી કે કન્યાને જોતાં જ હજારો પ્રકારના રાગ પરમાણુઓથી આપણે ઓતપ્રેત થતાં જ આપણું શરીરનો પરમાણુ પણ રાગાવેશમાં મસ્ત બની જાય છે તે સમયે આખામાં આખી દુનિયાને ભૂલાવી દે તેવો નવો ચમકારો દેખાવા લાગે છે હૃદય તેને ભેટવા માટે તલપાપડ થઈ જાય છે ત્યારે તે ભાઈ સાબના આખના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંકેતે જોવા જેવા થઈ જાય છે અને તેના હાથના ઈશારાઓને તે બીજે માણસ સહસા ન ક૯પે તેવા થઈ જાય છે ઇત્યાદિક પ્રસ ગેને લઈ મનમા જેટલા અધ્યવસા હોય છે, કર્મોના પ્રદેશે પણ તેટલા જ બધાય છે.
પરિચ્છેદ એટલે અંશ જેને કેવળજ્ઞાનીની પ્રજ્ઞાથી પણ વિભાગ નથી કરાતો તેથી તેને અવિભાગ કહેવાય છે
માટે જ ભગવાને ફરમાવ્યું કે આત્માના અનંત જ્ઞાનપ્રદેશને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિછેદ પણ અન ત છે.
શક્તિસમ્પન્ન સૂર્યના કિરણે સ્વતઃ પ્રકાશમાન હોવા છતાં પણ તેના ઉપર જ્યારે વાદળાઓ ચઢી આવે છે અને તેઓ જેટલા અંશમા કિરણોને આવૃત્ત કરે છે, તેટલી માત્રામાં કિરણે પ્રકાશ આપી શકતા નથી કેઈક સમયે વાદળાઓને હુમલે જોરદાર હોય છે ત્યારે દિવસ પણ રાત્રિ જેવો થઈ જાય છે. છતા એ સૌને ધ્યાન રાખવાનું છે કે વાદળાઓ ગમે તેટલા