________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દર્શન અને ચારિત્રની આચાર પદ્ધતિ જ હિતાવહ છે. કેરી અને લીંબુનો આચાર ( અથાણું) દ્રવ્ય આચાર છે, ત્યારે દર્શન જ્ઞાન–ચારિત્રની રૂડી આરાધના ભાવ આચાર છે.
ત્રણેની આરાધનાથી સૂકા ચામડા જેવું બની ગયેલે આત્મા નરમ પડશે, ત્યારે જીભમાં મીઠાશ આવશે, આંખમાં અમૃતને વાસ થશે, પગમાં સંયમ આવશે, હૃદય ગંભીર બનશે, મસ્તિષ્ક નિર્વિકારી બનશે અને રહેણું તથા કરણ અહિ સક બનશે.
યાદ રાખજો કે પાપ કર્મો કરવા માટે પણ વિધિવિધાન શીખવા પડે છે જેમ કે હિંસા માટે તલવાર, ધનુષ્ય, છરે હાથમાં શી રીતે પકડવા? મારતી વખતે પગ કેવી રીતે રાખવા ? પહેલે હુમલે કયા સમયે કરે? ઈત્યાદિ
જુદા જુદા સમયમાં જુદી જુદી રીતે જૂઠ શી રીતે બોલવું? બીજાની સાચી વાતને પણ જૂઠી કઈ રીતે કરવી? સ્વાર્થ માટે બલવાની ભાષામાં કઈ રીતે ફેરફાર કરે ? ઈત્યાદિ
પાકા ઘરમાં કે કાચા ઘરમાં છેદ (બકરૂં) પાડવું હોય તે કયા કયા શ કામે આવશે ? પાડેલા બકેરામાં પહેલા માથે નાખીને અંદર પ્રવેશ કર કે પગ પહેલા નાખવા? અમક તાળાને ઉઘાડવા હોય તે લેખંડનો સળી તેમાં કઈ રીતે નાખવે ઇત્યાદિ ચેરી કરવા માટેનું પણ શાસ્ત્ર વિદ્યમાન છે.
જ્યારે મથન કર્મના શિક્ષણ માટે કેકશાસ્ત્ર, કામશાસ્ત્ર અને ૮૪ આસનના લખાયેલા શાસ્ત્ર અને છપાયેલા ચિત્રે ઢગલાબંધ છે. આવી રીતે ધનોપાર્જન, રક્ષણ, વર્ધન આદિને સૂચવનારા શાત્રે પણ રચાયેલા પડ્યા છે.