________________
૩૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) પાપ અને પુણ્યની મર્યાદાઓમાં બેધ્યાન રહે છે. (૩) આત્મા અને પરમાત્માની ઓળખાણમાં દરકાર વિનાના
હોય છે, માટે તે જીવોને સર્વ વિરાધક કહ્યા છે. દેશ આરાધક એટલે સમ્યગૂ ધરહિત હોવાથી મોક્ષમાર્ગને અમુક અંશ જ આરાધતે હોવાથી દેશ આરાધક છે.
દેશ વિરાધકમાં સમ્યગ બેધ છે પણ મોક્ષમાર્ગનો તૃતીય વિભાગ એટલે ચારિત્ર અંશનો વિરાધક હોવાથી તે દેશ વિરાધક છે.
સર્વ આરાધક એટલે ત્રણે પ્રકારના મોક્ષ માર્ગને આરાધક હોવાથી તે સર્વ આરાધક છે મોક્ષમાર્ગને જે આરાધે તે આરાધક અને ન આરાધે તે વિરાધક છે.
આરાધનાના ભેદે ?
હે પ્રભો ! આરાધના કેટલા પ્રકારે કહી છે?
જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધનારૂપે આરાધના ત્રણ પ્રકારની કહી છે.
આ ત્રણ પ્રકારની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યથી ત્રણ ત્રણ પ્રકારની છે.
અનાદિ કાળના અનંત ભામાં મિથ્યાત્વવાસિત આત્માએ પિતાના આત્મીય ગુણોની આશાતના-વિરાધના જ કરેલી હોવાથી તેનાથી વજનદાર બનેલા આત્માએ નરકગતિ અને તિર્યંચગતિમાં જ અવરજવર કરી છે. કેઈક સમયે ડાક પુણ્ય કર્મોને લઈ