________________
શતક ૮મુ' : ઉદ્દેશક-૧૧
૩૨૫
તેને દેશ આરાધક કહ્યો છે. અર્થાત જ્ઞાનના અભાવમાં એકલી ક્રિયાના જ તે આરાધક છે. માટે તેમાં દેશ આરાધકતા જ રહેવાની છે. “દેશ આરાધક ક્રિયા કહી ” બીજા નખરના પુરૂષ યદ્યપિ જ્ઞાનસમ્પન્ન હોવાથી ત્યાગ કરવા યેાગ્ય તત્ત્વને જાણે છે જરૂર, પણ શીલ સમ્પન્નતા નહીં હાવાથી ત્યાગ કરી શવા માટે સમર્થ બનતા નથી, માટે તેવા પુરૂષને મે દેશિવરાધક કહ્યો છે. કેમ કે મગીચામાં ગમે તેટલા ઝાડા રાખ્યા હોય પણ તે વાંઝયા હાય, ફળ વિનાના હાય ! તે સુદર દેખાતા ઝાડા અને અગીચા પણુ શા કામના ? તેવી રીતે જ્ઞાનનું ફળ પણ વિરતિ એટલે પાપાના ત્યાગરૂપી ક્રિયા જ છે આ પ્રમાણે જ્ઞાનીમાં પણ ક્રિયા ન હેાય તે! તે જ્ઞાન પણ વાંઝીયુ છે.
'
ત્રીજા નંબરને। મહાભાગ્યશાળી પુરૂષ જે જ્ઞાન અને શીલ સમ્પન્ન છે એટલે કે ત્યાગ કરવા ચેાગ્ય તત્ત્વ હમેશાને માટે ત્યાજ્ય જ છે. આવા પ્રકારનું તેને જ્ઞાન પણ છે અને જ્ઞાન પ્રમાણે તે તત્વાને અર્થાત્ પાપાને ત્યાગ્યા પણ છે, માટે તે પુરૂષને સવ આરાધક કહ્યો છે “ સર્વ આરાધક જ્ઞાન.... ,,
..
અને ચેાથે। માણસ જ્ઞાનસમ્પન્ન પણુ નથી અને શીલસમ્પન્ન પણ નથી, માટે તે સવ વિરાધક છે. આ વિવેચનમાં જ્ઞાનસમ્પન્નતાથી સમ્યજ્ઞાન અને શીલસમ્પન્નતાથી સમ્યક્ ચારિત્ર લેવું, કેમ કે કુત્સિત જ્ઞાન અને કુત્સિત ચારિત્ર તેા જીવ માત્રમા વિદ્યમાન હેાય જ છે જેને લઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ તે જીવા પેાતાના આત્માને સમ્યક્ પ્રકારે જાણી શકતા નથી. માટે :
:-→→→
(૧) ધર્મ અને અધમ ની વ્યાખ્યાએમાં કુતક ગ્રસ્ત હાય છે.