________________
૩૨૩
શતક ૮મુ : ઉદ્દેશક-૧૧
મતલબ કે સુગતિને માલિક બનવામાં જ્ઞાનની નહીં પણ શીલ એટલે કિયાની જ આવશ્યકતા રહેલી છે માટે આ મતવાદીઓનું કહેવુ છે કે પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ ક્રિયા જ મેક્ષ પુરૂષાર્થની સાધનિકા હોવાથી શ્રેયસ્કરી છે.
જયારે બીજા મતાવલંબીઓ ઈષ્ટ સિદ્ધિમાં જ્ઞાનનું જ માહાસ્ય માને છે અને કહે છે કે ગમે તેવી ક્રિયાઓ કરનારે યદિ જ્ઞાન રહિત છે તે ઈષ્ટસિદ્ધિ મેળવી શકે તેમ નથી. “સાધકને જ્ઞાન જ ફળદાયી હોય છે, કિયા ફળવતી નથી હોતી. જ્ઞાન વિનાને કે વિપરીત જ્ઞાનને માલિક ગમે તેવી અને તેટલી પ્રવૃત્તિ કરે તે પણ સિદ્ધિ દેખાતી નથી ” પહેલું જ્ઞાન છે, પછી દયા છે, માટે સૌ પહેલા જ્ઞાન જ શ્રેયસ્કર છે બિચારો જ્ઞાન વિનાને અજ્ઞાની પાપ અને પુણ્યને શી રીતે જાણવાને હતો? માટે તેઓનું કહેવું છે કે શ્રુતજ્ઞાન જ શ્રેયસ્કર છે
આ જ પ્રસ ગને બીજાઓ આ પ્રમાણે કહે છે. એકબીજાની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાન અને ક્રિયા ઈષ્ટ સિદ્ધિના ફળને આપનારા હોય છે. “જ્ઞાન સાથે ક્રિયા હોવી જ જોઈએ, કે ક્રિયા સાથે જ્ઞાન હોવું જ જોઈએ.” આ પ્રમાણેની માન્યતા ઠીક નહી માનતા તેઓ એમ કહે છે “જે પાત્રથી તરાય તે પાત્ર ચાહે જ્ઞાનવાન હોય તે ય વાંધો નથી અને એકલી દિયાવાળે હોય તે ય વાધો નથી માટે શીલ અને જ્ઞાન સાધકને પવિત્ર કરાવનાર હોવાથી અને પોતપોતાના સ્થાને સારા છે ત્રીજો આમ કહે છે ” ક્રિયાને ઉપકારક જ્ઞાન હોવાથી તે ગૌણ હશે તે પણ ચાલશે પર તુ મેક્ષ મેળવવાને માટે ક્રિયાની આવ શ્યકતા જરૂરી છે ત્યારે આનાથી વિરૂદ્ધ આમ પણ કહેવાય છે કે જ્ઞાન ઉપર ક્રિયાને ઉપકાર છે, માટે ક્રિયા ગૌણ હશે તે