________________
૩૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તિર્યંચ આયુષ્ય કામણ શરીરબંધ:
માયાવી જીવન, કપટપણું, અસત્ય વચન, ખાટા તોલમાપ, તિર્યંચ આયુષ્ય બાંધવાના કારણે છે. મનુષ્પાયુષ્ય કામણ શરીર પ્રગબંધ
સ્વભાવે ભદ્રિક, વિનીત, દયાલુતા, અમત્સરી દેવાયુષ્ય કાર્પણ શરીર પ્રગ બંધ.
સરાગસંયમ, દેશવિરતિ, અજ્ઞાનતપ, અકામનિર્જરા શુભનામકર્મ શરીર પ્રાગબ ધ.
ગે જેના સરળ હોય અને સૌની સાથે સંપીલું જીવન હોય તે શુભનામ કર્મ ઉપાર્જન કરે છે.
જ્યારે મન, વચન, કાયા, ભાવ અને ભાષામાં વક્રતા હોય અને ગેમાં વિસંવાદન એટલે અન્યથા પ્રતિપન્ન વસ્તુને અન્યથા પ્રકારે કહેવું તે વિસંવાદન છે. ઉચ્ચત્ર કાર્યણ શરીર પ્રગબંધઃ
આઠે પ્રકારના મદથી રહિત જીવ ઉચ્ચ ગોત્ર બાંધે છે, જ્યારે મદને કરનાર નીચ ગોત્ર બાંધે છે તે આ પ્રમાણે –
(૧) જાતિમદઃ ઘણું ભમાં પરિભ્રમણ કર્યા પછી રાધાવેધની સમાન કેઈક ભવે ઉચ્ચજાતિ મેળવ્યા પછી માણસ પોતાની જાતિને મદ કરે અને હીનજાતિનું અપમાન–તિરસ્કાર અને તેની સાથે કટુ વ્યવહાર રાખે.
(૨) કુલમદઃ પિતાના કુલની આપ બડાઈ કરતા અને સામે વાલાને હીનકુલવાલે માનતા પિતાના ગર્વમાં મસ્ત રહે.