________________
શતક ૮મું : ઉદ્દેશક-૧૦
૩૧૯ ભય, શેક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદની ઉદી કરીને આ કમેને ઉદયમાં લાવવાવાળે ભયંકરમાં ભયંકર આ કર્મને બાધે છે.
ક્રોધના પર્યા –ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સરભાવ, ખેદ, મનમાં બળ્યા કરવું, અધીરતા, તામસિકતા, સંતાપ, તિરસ્કાર, બીજાની અવહેલના, આપખુદી (જોહુકમી), અતડાપણું અને પારકાઓના કરેલા ઉપકારને નાશ, આનાથી ઘણું જ આકરા અને ચીકણા કર્મો બંધાય છે.
માનના પર્યા-માન-મદ–અહંકાર, પરપરિવાદ, આત્મત્કર્ષ પરપરાભવ, પરનિદા, ઈર્ષ્યા, અસૂયા, હેલના, પરેપકાર રહિત જીવન, અકકડ સ્વભાવ, અવિનય અને પરગુણ આચ્છાદન
માયાના પર્યા –માયા, કપટ, છાનું પાપ, કુડ, ઠગારાપણું, અવિશ્વાસ અર્થાત કોઈની સાથે મેળ નહીં, પરન્યાસાપહાર, છળ, બીજાની વાત જાહેર કરવી, માયા મૃષાવાદ (પલી ટીકલ) અને વિશ્વાસઘાત.
લેભના પર્યા –લોભ, અતિ સંગ્રહશીલતા, ક્િલષ્ટભાવ, અતિ મમત્વ, કૃપણતા, મૂચ્છ, ધનને અતિ લોભ, સદા લેભ, ધન, પુત્ર, પરિવાર, વિષયવાસના, વસ્ત્રો, આભૂષણ, યશકીતિ અને પ્રતિષ્ઠાને લોભ તથા સત્તાની પ્રાપ્તિ માટે ધમપછાડા કરવા. આ બધાએ લેભ છે. નારકાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગબંધ :
મહાર ભ, મહાપરિગ્રહ, કુણિમ એટલે અભક્ષ્ય આહાર પાછું કરવાથી તથા પંચેન્દ્રિય જીવ વધ નારકપર્યાયના કારણે છે.