________________
શતક ૮મું : ઉદ્દેશક-૧૦
૩૧૫ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જાણે દેશપ્રદેશના ઇતિહાસના ઓલ ઈડિઆ રેડિઓ બ્રોડકાસ્ટ પિતે જ એ સરસ બને છે કે ન પૂછો વાત. રેડિઆને બ્રોડકાસ્ટ કરનારના ભેજામાંથી જેમ જેમ નવા સમાચારો ટતાં જાય છે તેમ દેશકથાના શેખીને પણ એટલા–કલબ પર બેસી દિવસના ૩-૪ ઘંટા પૂરા કરે છે.
પણ મનજીભાઈ તે વાંદરા કરતા પણ ભારે ચંચળ એટલે દેશકથાની ડાળી ઉપરથી કૂદકે મારીને ભોજન કથાની ટેસ્ટફૂલ કથાઓની ગેછી માંડી બેસે છે કલાકના કલાકો સુધી દહીવડા, પાણીપતાસા, ચવાણા, ગાઠીયા, કચેરી, બટાકાવડા, પાણપુરી, તેની ચટણ, ભેળ આદિ ચપાટી ઉપર વેચાતા દ્રવ્યની વિચારણામાંથી ઉચે જ આવી શકતા નથી.
અને આ બધી વાતોમાં શૃંગારરસને ઝરતી, રસાલ, નમણી, ગૌરાંગી નવયુવતિ ઝાંઝરનો ઝમકારને કરતી આપણી વચ્ચે આવીને બેસી જાય પછી જોઈ લે આ મનજીભાઈના દાવપેચ આંખની મસ્તી, બલવાની ચાલાકી, હાથ-પગના ઈશારાઓની કરામત....... અને પછી તે જાણે કામશાસ્ત્ર આખુ એ મુખપાઠ થઈ જાય છે
આ બધી વાતને જૈન શાસને પ્રમાદના નામે ઓળખાવી છે, જે આત્માને કટ્ટર વૈરી છે. આ પ્રમાદ આપણું - આત્મા ઉપર જેમ જેમ પિતાનું રાજ્ય જમાવતુ જશે તેમ તેમ વધી ગયેલા કે વધારી દીધેલા પાપકર્મોને લઈ જન્માક્તરને માટે એકેન્દ્રિય અવતારની યેગ્યતા પ્રાપ્ત થતી જશે. કેમ કે ભારી વજનદાર પદાર્થ જેમ નીચે તરફ જાય છે, તેમ ભારી બનેલે આત્મા પણ દુર્ગતિ તરફ જ પ્રસ્થાન કરવાની ટિકિટ ખરીદી
થતી જ
ભારી
રે