________________
૩૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આયુક–જે નિમાં જે આયુષ્ય વર્તતા હોય તે ઉદયવર્તી
આયુષ્ય.
આ બધા કર્મકારણોને લઈને જીવામાં ઔદારિક શરીર પ્રગબંધ કરે છે.
હવે ઉપરની બધી વાતને ઉદાહરણની કલ્પના કરી સમજી લઈએ * પચેન્દ્રિય જાતિ સંપન્ન મનુષ્યને વર્યાન્તરાયકમના ક્ષપશમથી પ્રાપ્ત થયેલી આત્મિક શક્તિઓ જ્યારે મેહવાસનાથી વાસિત, ક્રોધ કષાયમાં ધમધમતી અને લેભરાક્ષસથી પરિવેષ્ઠિત બને છે ત્યારે પ્રાપ્ત થયેલે ક્ષપશમ પણ પાપમય કાર્યો કરવામાં તથા હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રીગમન તથા સંસારની માયા વધારવામાં ઉપયુક્ત બને છે તથા મન-વચન અને કાયાની શક્તિઓ પણ દુષ્ટ તત્વને આધીન બનીને મર્યાદિત પાપકર્મોને ઉપાર્જિત કરે છે, અને જેમ જેમ મન-વચન તથા કાયાના રોગો પાપ કાર્યોમાં આગળ વધે છે તેમ તેમ આત્મદ્રવ્ય પણ કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાઓથી અધિવાસિત બને છે.
આ પ્રમાણે મેહમાયાની-મદિરાના નશામાં બેભાન બનેલા આત્માને પ્રમાદ ચારે બાજુથી ઘેરી લે છે. પરિણામે વાંદર જેમ ઝાડની ડાળીઓ ઉપર કૂદકા મારતે રહે છે તેમ પ્રમાદી આત્માને માનસિક અને વાચિક વ્યાપાર પણ રાજકથા કરવામાં, સાંભળવામાં અને બીજાઓને સંભળાવવામાં જ રસતરબળ બને છે. દુનિયાભરના રાજા-મહારાજાઓના નામ, તેમનાં યુદ્ધો, જય અને પરાજયેની વાત કરવામાં પ્રસાદી આત્માના ૪-૫ કલાક પૂરા થાય છે. પછી રાજકથા કરતાં કંટાળો આવે ત્યારે દેશકથા