________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિણામ એટલે રૂપાંતર થવું. પહેલા ન હતું અને પછી થવું તે સાદિક વિસસા પરિણામ બંધ છે. જેમ આકાશના વાદળા અદ્ભવૃક્ષ, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગૂદાહ, વિદ્યુત્પાત, ધૂલવૃષ્ટિ, ચંદ્ર તથા સૂર્યગ્રહણ તથા તેમનું પરિવેષણ, ઈન્દ્ર ધનુષ્ય આદિ આ બધા પરિણામે જે પોતાની મેળે જ થાય છે. આનો એછે કાળ એક સમયને છે, અને વધારે છ માસને કાળ છે. , ,
આ પ્રમાણે વિસસાબંધને જાણી લીધા પછી હવે પ્રગબંધની ચર્ચા છે. - ભગવાને કહ્યું કે પ્રગબંધના ત્રણ પ્રકાર છે. (૧) અનાદિ, અપર્યવસિત, (૨) સાદિક અર્થવસિત, (૩) અને સાદિક સપર્યાવસિત.
માનસિક, વાચિક અને કાયિક શક્તિઓની પ્રાપ્તિ જીવાત્માને જ હોય છે. તેથી જીવપ્રદેશને અને ઔદારિકાદિ શરીર પુદુગલેને જે બંધ થાય તેને પ્રગબંધ કહે છે.
(૧) અનાદિ અપર્યવસિત બ ધં–જીવના અસંખ્ય પ્રદેશોમાંથી આઠ સંસ્થાના મધ્ય પ્રદેશને આત્મા સાથે અનાદિ અપર્યવસિત બંધ હોય છે. જે સમયે કેવળી ભગવત કેવળી સમુદ્રઘાત કરે છે તે સમયે તેઓ સમગ્રલકને વ્યાપ્ત કરે છે. પરંતુ તેમના આઠ પ્રદેશે કેઈપણ જાતના ફેરફાર વિનાના તેમ જ રહે છે.
જ્યારે તેમના બીજા પ્રદેશોમાં હલનચલન થાય છે. માટે પહેલે ભેદ આઠ મધ્યપ્રદેશને લાગુ પડશે. સિદ્ધ ભગવંતને બીજો ભેદ છે.
જ્યારે સાદિક સપર્યાવસિત બંધના ચાર પ્રકાર છે. ૧ આલાપનબંધ ૨. આલીનબંધ ૩. શરીરબ ધ ૪. શરીર પ્રગબંધ.