________________
૩૦૯
શતક ૮મું : ઉદ્દેશક–૧૦ કે એક ગુણ રૂક્ષ હોય તે પરસ્પર બંધ થશે નહીં પણ એક ગુણથી વધારે હશે તે બંધ થશે.
स्निग्धरूक्षत्वाद् बन्धो भवति । न जघन्य गुणानां 'वन्धो न भवति । गुणसाम्ये सदृशानामपि वन्धो न भवति । દધિરિાગનાં તુ વઘો મવતિ | (તાવાર્થ સૂત્ર).
તથા –
स्निग्धस्य द्विगुणाद्यक रिनग्धेन बन्धो भवति । द्विगुणाद्यधिक स्निग्धस्य स्निग्धेन बन्धो भवति । रूक्षस्यापि द्वयधिकगुणरूक्षेण बन्धो भवति । द्विगुणाद्यधिकरूक्षस्य रूक्षेण बन्धो भवति । एकादि गुणाधिकयोस्तु सादृशयोबन्धो न भवति ।
(ભાષ્ય) (૨) ભાજન પ્રત્યયિક બંધન શું છે?
ભાજન એટલે આધાર આ આધાર જે બંધનમાં કારણ ભૂત બને તેને ભાજન પ્રત્યયિક બંધ કહે છે. જેમ કે પુરાણ મદિરામાં, જૂના ગાળમાં, જૂના ચોખામાં થાય છે. એટલે કે એક પાત્રમાં જ્યારે આ પદાર્થોને લાંબા સમય સુધી રાખવામાં આવે ત્યારે પિડરૂપે બની જવાનું કારણ તે ભાજનમાં તેમને ભરી રાખ્યા તે છે. આને ઓછા સમય અંતર્મુહૂર્ત છે અને વધારે સમય સંખ્યાતકાળ છે.
(૩) પરિણામ બંધન પ્રત્યયિકઃ