________________
શતક ૮મું : ઉદ્દેશક–૧૦
૩૦૭ સાદડી, ચટ્ટાઈ ઉપર ખજૂરીના પાંદડાંઓનું સંચજન છે, પરંતુ તે પાંદડાઓનું સંજન સાદડીના સર્વ ભાગમાં નથી હોતું માટે બંનેને દેશ સંબંધ હોવાથી વ્યપદેશ પણ જૂદા જૂદ કરાય છે.
જ્યારે સર્વબ ધ દૂધ અને પાણીની જેમ એકાકારે થાય છે. અર્થાત્ બંનેના પ્રદેશ પરસ્પર સર્વથા એકાકાર થઈને પાણી પિતાનું વ્યક્તિત્વ છેડે છે અને દૂધના વ્યપદેશથી સંબોધાય છે. આ પ્રમાણે આ ત્રણે દ્રવ્યને સર્વબંધ માનીએ તે તેમને પોતપોતાની સત્તા છોડવી પડે છે. પણ આવું કેઈ સમયે થયું નથી. માટે ભગવાને કહ્યું કે આ ત્રણેને બધ સર્વબ ધન રૂપે નથી આ બ ધન અનાદિકાળથી અનંતકાળ સુધી વ્યવસ્થિત છે. કોઈ કાળે અને કોઇની શક્તિથી પણ આમાં ફેરફાર થઈ શકે તેમ નથી.
હવે સાદિક બંધ માટે ભગવાને કહ્યું કે હે ગૌતમ! સાદિક વિઐસા બંધ ત્રણ પ્રકારે છે.
૧. બંધ પ્રત્યયિક ૨. ભાજન પ્રત્યયિક ૩. પરિણામ પ્રત્યયિક.
પુદ્ગલ માત્ર પરિવર્તન પામવાના સ્વભાવવાળા હોવાથી કેઈ સમયે મોટા ક ધ (જેમાં અનંતાનંત, અનંત, અસંખ્યય પુદ્ગલ પરમાણુઓ છે.) નિમિતે મળતા તૂટે છે અને તૂટતાં તૂટતાં, એક પરમાણુરૂપે પણ બને છે અને ફરીથી એક પરમાણુ સાથે બીજે પરમાણુ જોડાય છે, અને એ સાથે ઘણા પરમાણુઓ જોડાઈને પાછો નાને મોટો સકંધ બને છે. આ બધા પરિણામને (જેમાં કેઈપણ ઈશ્વરને હસ્તક્ષેપ નથી) આપણને પણ પ્રત્યક્ષગમ્ય છે.