________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે થોડું જ કહેવાનું હોવાથી સૌ પહેલા તેને નિર્ણય કરી લેવામાં આવ્યા છે.
ભગવાને કહ્યું કે સાદિક અને અનાદિક રૂપે વિસસા બંધ બે પ્રકાર છે.
જે બંધની આદિ હોય તે સાદિક અને જેની આદિ નથી તે અનાદિક કહેવાય છે.
અનાદિ વિસસા બંધ ત્રણ પ્રકારે છે. ધર્માસ્તિકાય અન્ય અન્ય અનાદિવિશ્વસાબંધ. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય.
એટલે કે સંસારના સંચાલનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વતઃ અરૂપી હોવા છતાં પણ અનાદિકાલીન પૂર્ણ શક્ત ત વિદ્યમાન છે. જ્યાં આકાશાસ્તિકાયને પ્રદેશ છે, ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ પ્રદેશ વિદ્યમાન હોય છે. આમ ત્રણેના પ્રદેશ અનાદિકાળથી કેઈપણ જીવની કે ઈશ્વરની સહાયતા વિના જ પરસ્પર બ ધાયેલા છે.
- સસલાને કે ગધેડાને સીંગડાને સર્વથા અભાવ હોય છે માટે તેમના બંધનો વિકલ્પ હોઈ શકતા નથી, પરંતુ ચર્મચક્ષના માલિકોને સર્વથા અદશ્ય હોવા છતાં પણ ઉપરના ત્રણે ત સદૈવ વિદ્યમાન હોવાથી તેમના બંધની વિચારણા ઉપયુક્ત છે.
ભગવાને કહ્યું કે આ ત્રણેના પ્રદેશ અનાદિકાળથી પરસ્પર સંબંધિત છે. ગણધરે પૂછયું કે તેઓ દેશમાં ધથી બંધાયેલા છે કે સર્વબંધથી? ભગવાને કહ્યું કે તેઓ દેશબંધથી બંધાયેલા છે પણ સર્વબંધથી બંધાતા નથી.