________________
શતક ૮મું : ઉદ્દેશક-૧૦
૩૦૫ જૈન શાસને ઈશ્વરને પૂજ્યતમ અને સંસારીઓને પૂજક માન્યા છે. અર્થાત્ ઈશ્વર આપણે પૂજ્ય છે, અને આપણે પૂજક છીએ.
ઈશ્વરને આરાધ્ય દેવ સમજીને, આરાધક માત્ર પરમાત્માની હૈયાના ભાવથી આરાધના, પૂજા, ભક્તિ કરે એ જ સર્વશ્રેયસ્કર માર્ગ છે.
અનંતાનંત પુદ્ગલ પરમાણુઓથી અને સ્કંધોથી પરિપૂર્ણ સંસારમાં એક પુદ્ગલ બીજાથી છુટા પડે છે અને નિમિત્ત મળતા જ પાછા જોડાઈ જાય છે. છૂટા પડેલા પુદ્ગલે પાછા શી રન જોડાતા હશે? આ બધી વાતની વિસ્તૃત ચર્ચા આ ઉદ્દેશામાં કરાઈ છે, કેમકે સંસારને એક પણ પુદ્ગલ પરમાણુ તીર્થકરોનાં જ્ઞાનચક્ષુને અચર નથી આ કારણે સંસારભરના પુદ્ગલ પરમાણુથી લઈ મોટામાં મોટા પુદ્ગલ સ્કધને યથાર્થ નિર્ણય યથાર્થવાદી તીર્થકર સિવાય બીજો કોઈપણકરી શકતું નથી.
કેમકે બુદ્ધશાસનમાં બુદ્ધદેવની હાજરી દરમ્યાન તેમના શિષ્ય દ્વારા પૂછાયેલા ઘણા પ્રશ્નોનું સ્પષ્ટીકરણ બુદ્ધદેવે કર્યું નથી. ડું દge 7 થી રળી આમ કહીને ઘણા પ્રશ્નોને ટાળી દીધા છે.
જ્યારે બીજાઓને માટે જે કષ્ટવ્ય અને વ્યાકરણીય નથી તે બધાએ ખુલાસા જૈન દ્વાદશાગીમાં સ્પષ્ટરૂપે જોવા મળશે.
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! કેટલાક બંધ પ્રયોગથી હોય છે અને કેટલાક સ્વાભાવિક હેય છે. જીવાત્માના વ્યાપાર વિશેષથી જે બંધ થાય છે તે પ્રયોગ બંધ કહેવાય છે. આ બંને બંધમાંથી વિઐસા બંધ