________________
શતક આઠમું : ઉદ્દેશક-૧૦
પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના:
હે પ્રભે! બંધ કેટલા પ્રકારે કહ્યો છે? જવાબમાં ભગવાને કહ્યું કે બ ધના બે પ્રકાર છે. પ્રાગબંધ અને વિશ્વસાબંધ. આખાએ બ્રહ્માંડમાં (૧૪ રાજલકમાં) જે કંઈ તત્વ દેખાય છે તે કાં તે ચેતન છે અને કાં તે જડ છે. આ બંનેથી અતિરિક્ત બીજું એક પણ તત્વ નથી. માટે ચેતન અને જડનું મિશ્રણ જ સ સાર છે આ બંને પોતપોતાની મર્યાદામાં અનંત શક્તિને ધરાવનારા છે. અને સંખ્યાબળમાં ચેતનત પણ અનંતાનંત છે અને જડતત્ત્વ પણ અનંતાન ત છે. પોતાની અદમ્ય શક્તિ વડે સંસારમાં પોતે પણ પરિવર્તિત થતાં સંસારને પણ પરિ. વર્તન કરનારા છે. આ પ્રમાણે આખોને સર્વથા પ્રત્યક્ષ સંસારના રૂપાંતરમાં કે પરિણામાંતરમાં ઈશ્વરીય તત્ત્વની કલ્પના ચુક્તિ, અનુભૂતિ અને શ્રુતિને પણ સુસ ગત નથી.
આપણાં જીવનનાં પ્રત્યેક પ્રસંગમાં ઈશ્વરની પ્રત્યક્ષ કે પરેક્ષની હાજરી રહી હોય તેવો અનુભવ પણ કોઈને થયે નથી. પિતાની જીવનયાત્રામાં કેઈપણ જીવને જે કંઈ સુખ–દુઃખ, સંગ, વિયાગ અનુભવાય છે, તેમાં પોતાની સદ્દબુદ્ધિ કે દુબુદ્ધિને ચમત્કાર છે. જેની પાછળ પૂર્વભવીય પ્રારબ્ધ કર્મો જ કામ કરી રહ્યા છે. તથા અતીન્દ્રિય જ્ઞાનના માલિક, તિર્થ. કરદેવપ્રણતશ્રુતિ (આગમ) પણ જગતના નિર્માણમાં, સંચાલનમાં, પાલનમાં કે સંહરણમાં ઈશ્વરની સત્તાને ઈન્કાર કરે છે