________________
૩૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાકીનો વિસ્તાર મૂળ સૂત્રથી જાણું લેવો. ,
જબૂદ્વીપના બંને સૂની વક્તવ્યતા મેરૂ પર્વતની સમતલ ભૂમિથી જ બૂદ્વીપમા ઉદયાસ્ત પામતા બંને સૂ ૮૦૦ જનની ઉચાઈ ઉપર જ વિદ્યમાન છે. આમાં કઈ કાળે પણ ફેરફાર નહી થવા છતાં પણ એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં નિયત થયેલી ઉંચાઈથી સૂર્ય ક્યારે પણ નીચે આવતું નથી. તેમ આનાથી ઉપર પણ જઈ શકતા નથી. શાસ્ત્રીય હકિકત આ પ્રમાણેની સત્ય હોવા છતાં પણ સૂર્ય ઉદયકાળે અસ્તકાળે દૂર હોવા છતાં જેનારને સમીપમા કેમ દેખાય છે? અને મધ્યાહ્નમાં નજદીક દેખાતે પણ સૂર્ય બહુ દૂર કેમ દેખાય છે. અર્થાત્ દૂર રહ્યો છતા સૂર્ય ઉદયકાળે જેનારને નજદીક જેવું લાગે છે. અને અસ્ત સમયે પણ નજદીક હોવાને ભાસ થાય છે. જ્યારે ભરબપેરે સાવ સમીપે હોવાનો ભાસ હોવા છતાં પણ દૂર દૂર દેખાય છે આવું શા માટે થાય છે? કેવી રીતે થાય છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે ઉદયને પામતા સૂર્યની લેશ્યા(તેજ)નો પ્રતિઘાત એટલે પિતાના તેજને વિકાસ નહીં થયેલ હોવાથી સુદશ્ય એટલે સૌને જોવા લાયક હોય છે માટે હું ગૌતમ ! સૂર્ય ઉદયકાળમાં જેનારને દૂર હોવા છતાં પણ સમીપે દેખાય છે. અને અસ્ત સમયે પણ એમ જ છે. જ્યારે મધ્યાહ્નકાળે સૂર્ય બધી રીતે તેજસ્વી હોય છે. માટે દુદ્રશ્ય–જોઈ ન શકાય તે –હેવાથી માથા ઉપર જ સમીપે દેખાવા છતાં દૂરદૂર દેખાય છે.
હે પ્રભો ! જમ્બુદ્વીપના બંને સૂર્યો શું વ્યતિકાંત ક્ષેત્રમાં આવે છે? અતિક્રમ્પમાન ક્ષેત્રમાં જાય છે ? અથવા ગન્તવ્ય ક્ષેત્રમાં જાય છે ?
ગમન કરાતો માર્ગ જે ઉલંઘી લીધું છે તે અતિકાંત,