________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૩૦૧ ભગવાને કહ્યું કે પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીયના ભેદરૂપે મતિજ્ઞાનાવરણીય કર્મમા સમવતાર પામશે. કેમ કે પ્રજ્ઞા(બુદ્ધિ)ના અભાવમાં મતિજ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે.
પ્રજ્ઞાના અભાવમાં દૈન્ય અને સદૂભાવમા માન આ બંને ચારિત્રમેહનીય કર્મની સત્તામાં હોય છે.
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રેગ, તૃણ સ્પર્શ અને મળ પરિષહોથી થતી પીડામાં વેદનીય કર્મ કારણરૂપે છે અને તે પીડાને સહન કરવામા ચારિત્ર મેહ નીય કર્મને પશમ કામ કરી રહ્યો છે. કેમ કે “સહન કરવું એ ચારિત્ર છે.” દર્શન પરિષહ જે તત્ત્વ શ્રદ્ધાનરૂપ છે તે દર્શનમોહનીયના ક્ષયોપશમમાં જ હોઈ શકે છે. આ
અરતિ પરિષહમાં અરતિ મેહનીય કર્મ કારણરૂપે છે. અલ પરિષહ જુગુપ્સા મોહનીય કર્મમાં સમાવેશ થશે. સ્ત્રી પરિ. બ્રહમાં વેદકર્મ કામ કરે છે. નૈધિક પરિષથી ભયની ઉત્પત્તિ થાય છે. માટે ભય મેહનીયકર્મમાં સમાવેશ થશે. યાચના પરિષહ માનમેહનીય કર્મના કારણે છે. કેમ કે માન મેહને લઈ યાચના ટુકર હોય છે. આક્રોશ પરિષહમા ક્રોધ નામને મેહ કામ કરે છે. સત્કાર પુરસ્કાર પરિષહ આનાથી માન મેહકર્મના ઉદયની સંભાવના હોવાથી મેહકર્મમાં સમાવેશ થશે
અલાભપરિષહ-લાભાન્તરાય કર્મના કારણે આ પરિષહની સ ભાવના હોય છે. જે જીવાત્મા સાત કર્મોને બ ધક છે તેમને ઉપરની બાવીશ પરિષહ હાય છે પણ એક સાથે વીશ પરિષહોને વેદશે કેમકે જે સમયે શીતપરિષહને ઉદય હશે ત્યારે ઉગણવેદના હોતી નથી. તેમ ચર્યાપરિષહની વિદ્યમાનતામાં નધિકી હોતી નથી,