________________
૩૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(૧૮) જલ પરિષડ–જકલ એટલે શરીર, હાથ, પગ, સુખ અને વસ્ત્ર ઉપર લાગેલા મેલને કારણે કદાચ અરતિ માનસિક ખેદ થાય તે પણ પાપના ભરેલા શરીરને સર્વગ્નાનથી કે દેશસ્નાનથી સાફ કરવાની ભાવના ન રાખે.
(૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ-સાધક મુનિને પૂર્વભવના પુણ્યકર્મના ચગે ઘણું ભાગ્યશાળી ગૃહસ્થો વસ્ત્ર, પાત્ર, કામલી આદિથી સત્કારે અથવા ઘણા મેટા શ્રીમંત અને રાજદ્વારીઓ પુરસ્કારે તે પણ પિતાના આત્માના ઉત્કર્ષનું વજન કરે એટલે કે ગર્વની માત્રા ઉત્પન્ન નહીં થવા દે, અને તેની પ્રાપ્તિ નહીં થતા તેની આકાંક્ષા પણ ન કરે
(૨૦) પ્રજ્ઞા પરિષહમતિજ્ઞાન વિશેષને પ્રજ્ઞા કહેવાય છે. તે પ્રજ્ઞાના બળે ઘણું ભાવુકોનું આકર્ષણ પોતાની તરફ થાય, તે પણ પ્રજ્ઞાના સદૂભાવમાં મદ–ગર્વ ન કરે, અને તેનો અભાવ હોય બુદ્ધિબળ ઓછું હોય તે ઉદ્વેગ પણ ન કરે.
(૨૧) જ્ઞાન પરિષહ-મતિ આદિ જ્ઞાનની વિશેષતાના સદુભાવે મદને વજે અને ઓછા જ્ઞાને ખેદ ન પામે. બીજા ગ્રંથમાં આને અજ્ઞાન પરિષહના નામે ઓળખાવી છે સાર સરખે જ છે કે જ્ઞાન માત્રા ઓછી હેતા દુઃખી ન થાય અને સંયમ પ્રત્યે તિરસ્કાર ન લાવે.
(૨૨) દર્શન પરિષહ-દર્શન એટલે નવ તો પ્રત્યે શ્રદ્ધા. જિનેશ્વર દેવના અત્યંત સૂક્ષ્મ ભાવેને આપણે ન સમજી શક્યા હોઈએ તે પણ જિનકથનમાં અશ્રદ્ધા ઉત્પન્ન થવા નહીં દે.
પ્રશ્ન–ક્યા પરિષહ ક્યા કર્મોના ઉદયે હોય છે?