________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૯૭ પણ તેમના નિવારણ માટે પ્રયત્ન કરે નહીં તેમ તેમનાથી ભય પણ પામે નહીં અને તેમના પ્રત્યે દ્વેષ પણ લાવે નહીં.
(૬) અચેલ પરિષહ-કેઈક સમયે વસ્ત્રને અભાવ હોય, અથવા જીર્ણપ્રાય વસ્ત્ર મળે તે પણ લજજા પામે નહીં દૈન્ય લાવે નહીં. બીજા વસ્ત્રની આકાંક્ષા પણ કરે નહીં.
(૭) અરતિ પરિષહ-મેહનીય કર્મથી ઉત્પન્ન થયેલે માન કિ વિકાર ભલભલાને પણ ચલાયમાન કરવા સમર્થ હોય છે પરંતુ આત્મકલ્યાણને સાધક તેવા અરતિ એટલે માનસિક ખેદને ઉત્પન્ન કરાવનારા સ્થાનમાં રહીને પણ સ્વસ્થ રહે છે અરતિને પણ માનસિક જીવન માટેની ટ્રેનીંગ સમજીને સ્થિર રહે. કેમકે સાધકમાત્ર સમજે છે કે અશુભ પગલે, અણગમતી ખાનપાનની સામગ્રી, રહેઠાણે આદિ સ્વતઃ જડ છે તે તે જડ પદાર્થો ઉપાગવત મારા આત્માને શું કરવાના છે? એમ સમજીને અરતિ સ્થાને પ્રત્યે દ્વેષ લાવ્યા વિના સમતાભાવમાં
(૮) સ્ત્રી પરિષહ-વ્યવહારમાં રહેતાં, અથવા એકાતે રહેતાં કદાચ કઈ સ્ત્રી દુરાચારભાવથી સાધક પુરૂષને, અથવા દુરાચારભાવથી કોઈ પુરુષ સાધક સ્ત્રીને વ્યભિચાર માટે આમ ત્રણ આપે, તે પણ સાધક પિતાના સંયમમાગ માટે તેને ક ટક સમાન સમજીને તેને ઠેકર મારે અને પિતાના સયમની રક્ષા કરે. કેમ કે બ્રહ્મચર્યસાધના જ ગુરૂકુલવાસ છે અને ગુરૂકુલવાસ જ બ્રહ્મચર્ય છે, જે સાધક માત્રને માટે અનિવાર્ય છે.
(૯) ચર્યા પરિષહ-સંયમધારીને રાગ અને દ્વેષને માટે એક ગામથી બીજે ગામ અને એક દેશથી બીજા દેશમાં જવું સર્વથા હિતાવહ છે. તેમ કરતાં કદાચ વિહારના કો. આવે