________________
૨૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એક પરમાણુને આત્માના પ્રદેશથી અલવિદા લેવી પડે છે. ત્યાર પછી આતમા પોતાના મૂળ સ્વભાવમાં આવે છે અને નિરંજન નિરાકાર, શુદ્ધસ્વરૂપી અડુત, સર્વજ્ઞ, દેવાધિદેવ તીર્થ કર ભગવાન પરમાત્મા પરમેશ્વર બને છે.
હે પ્રભો ! પરિષહો કેટલા છે? જવાબમાં ભગવાને બાવીશની સંખ્યામાં પરિષહો કહ્યાં છે.
સંયમમાર્ગમાં આગળને આગળ વધતે આતમા પિતાના સંયમમાર્ગથી ડગે નહીં અને કર્મોના ચૂરેચૂરા કરી નાખે તે માટે ઉદયમાં આવેલી અથવા જાણી બુઝીને ઉદયમાં લાવેલી વિટંબનાઓને સહન કરે તેને પરિષહે કહેવામાં આવે છે. આત્મા ચાહે ગમે તેવી સ્થિતિમાં હોય તે ય ઉપાર્જન કરેલા પ્રારબ્ધકર્મોને ઉદયકાળ તે સર્વથા નિશ્ચિત જ છે.
જ્ઞાનારણીય કર્મોના ઉદયે આત્મા પિતે પિતાની અનઆવડતના કારણે બીજાઓ દ્વારા અપમાનિત તિરસ્કારિત અને હસનીય બનીને વાર વાર દુઃખી બને છે.
વેદનીય કર્મોના કારણે કોઈક સમયે પરાધીન બન્યા છતા ભૂખે, તે બીજા સમયે તરસ્યા ઠંડીની મોસમમાં ધ્રુજત, ગરમીમાં હેરાન પરેશાન થતો રહે છે અને દુઃખ સહન કરે છે.
મેહનીય કર્મના ઉદયે કોઈક સમયે ફોધી બનીને બીજા એના પ્રેમથી વંચિત રહે છે, માની બનીને મિત્રોને પણ દુશ્મન બનાવે છે, માયાવી બનીને સગા કુટુબીઓને પણ વિશ્વાસઘાતનું પાપ માથા ઉપર વહેરી લે છે અને લેભી બનીને બીજાના હાથે માર
યથી