________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૯૩ અપેક્ષાએ અનાદિ અનંત છે, ક્ષેપકની અપેક્ષાએ અનાદિ સપર્યવસિત છે, પણ સાદિ અપર્યવસિત ભાગો નથી. આત્મા પોતાના સંપૂર્ણ દેશથી સંપૂર્ણ રૂપે સાંપરાયિક કર્મ બાંધે છે
પરિષહ સંબંધી વક્તવ્યતાઃ પ્રશ્ન–હે ભગવન્! કર્મો કેટલા પ્રકારના છે?
જવાબમાં ભગવાને કહ્યું કે, કમેં આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે –જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. - રાગદ્વેષના ભારથી ભારી થયેલે આત્મા અનાદિ કાળથી કર્મોના ચક્કરમાં ફસાયેલ છે. આમ તે આત્માને પ્રતિસમયને એકે એક અધ્યવસાય એકે એક કર્મ જ છે. પણ તે બધાએ અધ્યવસાયને આઠેમાં સમાવેશ થઈ જવાની કર્મોની સંખ્યા આઠ છે.
આ કર્મો જેમ પ્રતિસમયે બંધાય છે અને ભવભવાતરમાં કરેલા પ્રારબ્ધ કર્મો ઉદયમાં આવતા રહે છે જેમ દેરી પર લટકાયેલા કપડા ઉપર નવી ધૂળ લાગતી જાય છે અને જુની ધૂળ પોતાની મેળે ખરતી પણ જાય છે, તેમ કર્મોના ઉદયે આત્માની પરિસ્થિતિ પણ તેવા પ્રકારે થઈને સુખ–દુઃખ આવ્યા કરે છે
કર્મસત્તા ત્રિકાળાબાધિત સર્વતંત્રસ્વતંત્ર હોવા છતાં ય વૈરાગ્યરાજાની છાવણીમાં પ્રવેશેલે પંચમહાવ્રતધારી મુનિ ગુરુની આજ્ઞામાં રહીને આ કર્મસત્તા સાથે જબરદસ્ત રણમેદાન રમે છે અને એક સમય એવો પણ આવી જાય છે કે કર્મોના એકે