________________
૨૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચતુર્દશ પૂર્વધારી આદિને સંપર્ક મળી શકતા નથી, તેમ શ્રુતને પણ સહવાસ બરાબર મળતા નથી.
ત્યારે જે પુણ્યવંતા સંયમધારીને કેવળજ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થઈ છે, તેઓએ કેવળજ્ઞાન રૂપ આગમને વ્યવહાર કરે, જેમને કેવળજ્ઞાની નથી મળ્યા તેઓ ક્રમે ચાર જ્ઞાનવાળા, ત્રણ જ્ઞાનવાળા, ચતુર્દશપૂવ, દશપૂવ અને નવપૂવ મહાપુરૂષોને આગમ વ્યવહાર પાળવે તે આગમ વ્યવહાર કહેવાય છે.
શ્રવ્યવહાર–જેમના ભાગ્યમાં કેવળી આદિને આગમ વ્યવહાર નથી રહ્યો, તેમને તીર્થકર પ્રરૂપિત અને ગણધરરચિત આચારાંગસૂત્ર આદિ શ્રતગ્રંથની અનુસારે પોતાનો વ્યવહાર કરે અર્થાત્ પિતાના સ યમની શુદ્ધિ માટે આચારાંગ આદિ સૂત્રને ભણવાં, ભણવવાં, વિચારવા અને તે શ્રતના અનુસારે એટલે કે મુતસિદ્ધાંતના અનુસારે પોતાને વ્યવહાર બનાવીને સંયમમાર્ગને શુદ્ધ કર.
ચારાંગાદિ સૂત્ર પ્રમાણે પિતાની પ્રવૃત્તિ અને નિવૃત્તિને વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર કહેવાય છે. યદ્યપિ નવ, દશ, એકાદશ અને ચતુર્દશ પૂર્વમાં પણ શ્રુતત્વ વિદ્યમાન જ છે. તે પણ તે પૂર્વે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં વિશિષ્ટ હેતરૂપ હોવાથી તે સાતિશય જ્ઞાનસંપન્ન છે માટે કેવળજ્ઞાનીની જેમ તે આગમ છે અને આચારાગાદિ સૂત્ર શ્રત છે.
આશાવ્યવહાર–જેમને શ્રુતવ્યવહાર પણ મળ્યો નથી તેમને ગીતાર્થો પાસેથી જેવી આજ્ઞા મળી હોય તે પ્રમાણે પોતાનો વ્યવહાર કરે. મતલબ કે દૂર દેશમાં રહેલા ગીતાર્થો પાસેથી