________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૮૩
પાંચ પ્રકારનો વ્યવહાર :
પ્રશ્ન—એ જ પ્રત્યેનકે યદિ પોતાની મેળે સમજીને પોતાને ધર્મ સમજી લે અને ગુરુ આદિને મિચ્છામિ દુક્કડે આપી ફરીથી તેનું પુનરાવર્તન ન કરે તે તે મુનિને ભગવતી સૂત્રકારે આરાધક કહ્યો છે. આવા આરાધક મુનિને વ્યવહાર કે હોય છે અને તે કેટલા પ્રકાર છે?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, વ્યવહાર પાંચ પ્રકારના છે તે આ પ્રમાણે –
આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણ વ્યવહાર અને જીત વ્યવહાર.
મોક્ષ મેળવવાની ઈચ્છાવાળો મુનિ સંયમી, મહાવ્રતધારી કે નિગ્રંથ કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી ગૃહસ્થાશ્રમને સંપૂર્ણ ત્યાગી બનેલા તે મુનિને વ્યવહાર ગૃહસ્થને ગ્ય હોઈ શકે જ નહીં. કેમ કે પાપના દ્વાર જેમનાં ઉઘાડા હોય તે ગૃહસ્થાશ્રમી છે અને તે પાપના દ્વાર જેમણે બંધ ક્યાં છે તે સયમી કહેવાય છે. તેથી ગૃહસ્થાશ્રમીની જેમ ખાવું, પીવું, ઉઠવુ, બેસવું, બેલવું, લખવું આદિ વ્યવહારને સંયમધારી સ્વીકારી શકે તેમ નથી અને પ્રમાદવશ જે રાખવા જાય છે તે તેના સંયમમાં દૂષણેની પર પરા જ વધવા પામશે પરિણામે ભાવ સંયમથી તેનું પતન થશે. ત્યારે ભાવ સંયમી મુનિને વ્યવહાર કેવો હોય ? તેની વિચારણા ભગવતી સૂત્રમાં છે.
- એક તીર્થકરથી બીજા તીર્થંકરની વચ્ચે પણ અવિચ્છિન્ન રૂપે રહેલી શ્રમણસ સ્થાને બધી સમયે કેવળજ્ઞાની, ચારજ્ઞાની,