________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ ભવ અને પરભવ પણ બગાડે છે. સારાંશ કે વ્યાપારમાં ચોરી, ખોટા તેલમાપ, વ્યાજના ગોટાળા કરે છે, ગમે તેમ પૈસાવાળો થઈને મનગમતા ખાનપાન કરૂં તેવી વૃત્તિ અને પ્રવૃત્તિને વધારનારે ઈન્સાન ઉભયેક પ્રત્યેનીક છે.
સાધુસમૂહ પ્રત્યેનીક ત્રણ પ્રકારના હોય છે : કુલ પ્રત્યેનીક, ગણપ્રત્યેનીક અને સંઘ પ્રત્યેનીક.
એક આચાર્ય ભગવંત પાસે જે મુનિઓ રહેલા હોય તે કુલપ્રત્યેનીક કહેવાય છે. જેમ ચાન્દ્રકુલ આદિ.
આવા ત્રણ કુલ મળીને એક ગણ થાય છે અર્થાત ત્રણ આચાર્ય ભગવંતે અને તેમની આજ્ઞામાં રહેલા મુનિ વર્ગને ગણ કહેવાય છે. જેમ કૌટિક ગણ આદિ.
અને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગુણેથી વિભૂષિત સવે કુલે, સવે ગણેના બધાએ આચાર્યો અને તેમની આજ્ઞામાં રહેલા સાધુ સાધ્વીઓ-શ્રમણ સંઘ. શ્રાવક શ્રાવિકાઓ-શ્રાવક સંઘ. મતલબ કે અરિહંતાના શાસનને માન્ય કરનારા છત્રીસ ગુણોન ધારક બધાએ આચાર્ય ભગવંતના સમુદાયને સંઘ કહેવાય છે.
ગુણ ગરિષ્ઠ, કુલ, ગણ અને સંઘના અવર્ણવાદ બલવા, પરસ્પર કલેશ કરાવ, સંઘના ભાગલા પડાવવા તે સાધુસમૂહપ્રત્યેનીક કહેવાય છે. પંચમ આરો અને હું ડા અવસર્પિણી હોવાના કારણે સાતિશય જ્ઞાનીઓની વિદ્યમાનતા નહી હોવાથી મતિભેદ થતા સમાચારી જુદી જુદી હોઈ શકે છે. વિધિ વિધાન પણ પૃથક પૃથક્ હોઈ શકે છે કોઈક સમયે બધા આચાત એક સ્થળે ભેગા થઈને પણ પાછા પિતાના મુનિઓને લઈ જુદા