________________
શતક ૮મું : ઉદેપક-૯
૨૭૯ આનાથી વિપરીત પુણ્યકર્મોનો ઉદય જ્યારે હોય છે ત્યારે માનવને મનગમતાં ભોજન, વસ્ત્ર, ઔષધ અને સ્ત્રી-પુત્ર પરિ વારની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિક ચક્ષુપ્રત્યક્ષ પ્રસંગોને જોયા પછી સહૃદય માણસ અનુમાનથી પણ જાણી શકે છે કે મનુષ્ય અવતાર, માનવતા, ખાનદાન જીવન સાથે જૈન ધર્મના સંસ્કાર મેળવવા માટે આપણે પૂર્વભવમાં (૧) અરિવું તેને પાંચે આંગળીએ પૂજ્યા હશે (૨) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીની ભક્તિ ઊભે પગે કરી
હશે, તેમજ તેમને ગોચરી પાછું માટે ઘરો દેખાડવા
પગોને ઉપયોગ કર્યો હશે. (૩) વર્ષીતપ, વર્ધમાનતપ આદિની નાની મોટી તપશ્ચર્યાઓ
સાથે જીવનમાં સંવરધર્મની આરાધના કરી હશે.' (૪) સામાયિક-પ્રતિક્રમણ દ્વારા હજારે શુદ્ર જંતુઓને અભય
દાન આપ્યું હશે. (૫) દીન-દુઃખી અનાથને ભેજન, પાણી, ઔષધ અને વસ્ત્રો
આપ્યા હશે. (૬) સાધુ-સાધ્વીઓને ભણાવવા માટે પંડિતેની વ્યવસ્થા કરી
હશે-કરાવી હશે. ઈત્યાદિક સુકૃત્ય દ્વારા ઉપાર્જન કરેલા પુણ્યના સંભારથી મેળવેલા મનુષ્ય અવતારને સંસારની માયામાં લુબ્ધ બની માણસ ફરીથી ઉભયલક ભ્રષ્ટ થાય છે.
અથત ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને પરિગ્રહ આદિ કર્મો વડે ઈન્દ્રિના વિષયોને સાધવામાં તત્પર થયેલે માનવ પિતાને