________________
૨૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માનવ માત્રનું જીવન પોતાના પૂર્વભવમાં કરેલા પાપકર્મો અને પુણ્યકર્મોને આધીન છે. ત્યારે જ લાખો માણસોને આપણે જોઈએ છીએ કે–
(૧) તનતોડ પ્રયત્ન કરવા છતાં પણ દાળ-રોટી મેળવી શકતા નથી.
(૨) વિવાહિત જીવન માટેની ઝંખના છતાં, લગ્નગ્રંથીથી જોડાઈ જવાની શક્યતા પણ ઘણાઓમાં લેવાતી નથી.
(૩) માંડેલા ગૃહસ્થાશ્રમમાં દિવાળીના દિવા લગાડવા જોઈતા હતાં પણ આવડતના અભાવમાં આખુંએ જીવન કલેશ કંકાસની હાળીમાં નેસ્ત નાબુદ થયું.
(૪) અર્થ અને કામના ભગવટાથી આશીર્વાદ મેળવવા જોઈતા હતાં પણ જીવનના પ્રારંભકાળમાં થયેલી ભૂલેના અભિશાપે વૃદ્ધાવસ્થા અત્યંત રોગિષ્ઠ અને આર્તધ્યાનમય બનાવી દીધી.
(૫) અરિહંતની ઉપાસના તે દૂર રહી, પરંતુ પાપદયના કારણે કામદેવની ઉપાસનામાં જ જીવનધન બરબાદ થયું.
(૬) લક્ષમીદેવીના અભાવમાં આખું જીવન વનવગડાના રિઝ જેવું રહ્યું. સંસારભરની અસહ્ય વેદના ભોગવતા વૃદ્ધ થયાં. આકાશ સામે મીટ માંડી યૌવનકાળ પૂરું થયું. રોષ અને ક્રોધ જ જીવનમાં શેષ રહ્યાં.
કુટ બી, મિત્રજન યાવત સ્વસ્ત્રીને પણ આદર મેળવી શક્યો નથી. ઈત્યાદિક સંતાપથી આખું એ શરીર અને જીવન સંતસ ર. આ બધાએ પાપકર્મોના ફળે છે જેમાં લાખો-કરોડો માન રીબાઈ રહ્યાં છે.