________________
૨૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ. સાતે ધાતુઓના કુસંસ્કારો તેમના પુત્ર કે પુત્રીઓમાં પણ આવ્યા વિના રહેતા નથી, કેમ કે સંતાન માત્રનું શરીર માની કુક્ષિમાં જ રચાયેલું હોવાથી માતાનું તામસિક અને રાજસિક રજ અને પિતાનું દુરાચારી સ સ્કારને પામેલું વીર્ય જ મુખ્ય કારણ બનીને તેવા પ્રકારની ચેષ્ટાઓ કરાવવાનું કામ કરે છે. પારણે ઝુલતાં સાવ નાના હજારે બાલુડાઓને જોયા પછી જ અનુમાન કરતાં વાર નથી લાગતી કે આટલી નાની વયે તેમનામાં આવા કુસંસ્કારો કયાંથી આવ્યા?
જે સંતાના માતા પિતાએ પૌષધ-પ્રતિકમણ તથા નાની મોટી તપશ્ચર્યાઓ કરતાં હોય છે છતાંય તેમના બાળકને કુસંસ્કારવાળા જોઈએ છીએ ત્યારે માનવું જ પડશે કે કથિત ધર્મ કરનારા પણ પિતાના આન્તર જીવનને શુદ્ધ તથા પવિત્ર બનાવવા માટે બેધ્યાન જરૂર રહ્યા છે. તેને જ પરિણામે તેમના સંતાનો જૂઠ–પ્રપંચ અને દુરાચારના શોખીન બનવા પામ્યા છે. યદ્યપિ જન્મ લેનારા જીવમા આરાધના (પુરુષાર્થ) બળ કાચું હોવાના કારણે પૂર્વભવીય સંસ્કારની કલ્પના કરવી ખોટી નથી. છતાંએ આવા જ આવી રીતના કુસંસ્કારી માતા પિતાએને ત્યાં જન્મ લે છે, તેમાં પોતાનું ઉપાદાન જેમ કુસંસ્કારી હોય છે તેમ તેમના માતા પિતાઓનું કુસંસ્કારી જીવન અને તેમનાં રજ-થર્કમાં રહેલા કુસંસ્કારો જે નિમિત્ત કારણો છે તે અત્યંત બળવાળા હોવાથી જન્મ લેનારા સંતાનને પણ સસ સ્કારી બનવા દેતા નથી.
ભણીગણને બહુ જ હોંશિયાર બની ગયેલા તેમજ હજારેનું રંજન કરવાની તાકાતવાળા તેમજ પારકાઓને સલાહ દેવામાં ખૂબ સારી રીતે ડહાપણ ધરાવનારા આપણે પોતે જ આપણા