________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૭૫ પક્ષીઓમાં પણ હોય જ છે, માટે જ પશુ સદૈવ વિવેકહીન જ રહે છે. માનવ શરીર પ્રાપ્ત કરીને પણ માનવ યદિ આહારમૈથુન–પરિગ્રહ અને ભય સંજ્ઞા ઉપર આધીનતા મેળવવા માટે ટ્રેનિગ ન લઈ શક્યો તે માનવનું જીવન પણ વિવેકભ્રષ્ટ બનવા પામશે અને વિવેકસ્રોનું અધઃપતન સર્વથા અનિવાર્ય છે
ઇન્દ્રિયો દુર્જય શા માટે?
અનાદિ કાળથી મેહ-માયા અને કામદેવના કુસંસ્કારોમાં પોષાયેલી ઈન્દ્રિયે અને મનના માલિકેના શરીરમાં રહેલા સાતે ધાતુઓ પણ અશુદ્ધ અને પાપકર્મોને પોષણ કરીને તેની ઉત્તેજના કરનારા જ હોય છે. આવી પરિસ્થિતિમાં અર્થાત દુવાસનાપૂર્વકના ઈન્દ્રિયોના ગુલામ ભલે બદામને શીરે અને ઘરના આગણે બાધેલી ગાય–ભેંસના દૂધ-દહીં અને મલાઈએ ખાતા હોય, કે ઘરના ખેતરમાં પાકેલા મેંહ, ચણા, બાજરી, આદિના રોટલા ઘીમાં ડુબાડી ડુબાડી ખાતા હોય તે યે સારામાં સારા ખોરાકમાંથી બનેલે રસ અને રસમાંથી બનેલા લેહી, માંસ, હાડકા, મેદ, મજજા અને શુક (વીર્ય) પણ સર્વથા તામસિક અને રાજસિક જ બનવા પામશે. શ્રાદ્ધગુણ વિવરણ કાર તે ત્યાં સુધી કહે છે કે જેમ ક્રોધના આવેશમાં ખાધેલે સારામાં સારો ખેરાક પણ માણસને કે તપસ્વીને પણ ક્રોધી બનાવ્યા વિના રહેતા નથી, તેમ કામચેષ્ટા, ગંદી ભાવના અને કામુકરસમાં તરબળ બનીને કરાયેલે સારામાં સારો ખેરાક પણ માણસને કામુક જ બનાવશે.
આવા પ્રકારના અત્યંત કામુક બનેલા મા-બાપના શુક્ર અને રજથી આપણું શરીર (પિંડ) બનેલું હોય છે. તેમનાં