________________
૨૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિયાવચ્ચમાં રહેલી સૂક્ષ્માતિ સૂક્ષ્મ ખુબીઓ દ્વારા થતી લબ્ધિ. એનું વર્ણન કરવામાં ખૂબ વાક્ચાતુરી મેળવી લીધી હોય છે, પણ પિતાના જીવનમાં વિદ્યાદાતા ગુરુ તથા દીક્ષાદાતા ગુરુ અને સાધુધર્મમાં સ્થિરકર્તા ગુરુઓ પ્રત્યે રતિમાત્ર પણ વૈયાવચ્ચ ધર્મની સેવા કરી શકતા નથી નિંદા કર્યાનું મહાપાપ બીજા શ્રોતાઓને બરાબર સમજાવી શકતા હોય છે, પણ પોતે પોતાને ગુરૂઓની નિદાથી દૂર રહેતા નથી હોતા.
આ પ્રમાણે મુનિવેષમાં રહેલા હોવા છતાં પણ ભગવતી સૂત્રકારે તેમને ગુરુપ્રત્યેનીક કહ્યા છે. જે ગુરુની પાસે ભાવપૂર્વક દીક્ષા સ્વીકાર્યા પછી પણ પોતાના અ ગત સ્વાર્થના કારણે ગુરુ શિષ્યની આંખે લડી પડે છે ફળસ્વરૂપે પ્રત્યેનીક (દ્રોહી) બનેલા શિષ્ય ગુરુથી વિરૂદ્ધ ચાલે છે અને સમાજને તથા પોતાના અંગત જીવનને પણ હાનિ પહોંચાડે છે કેમ કે ગુરુદ્રોહ મહા પાપ છે.
ગતિ પ્રત્યેનીક :–એટલે ગતિને આશ્રયી પ્રત્યુનીકે ત્રણ પ્રકારે છેઃ ઈહલેક પ્રત્યેનીક, પરલેક પ્રત્યેનીક, ઉભયલેક પ્રત્યેનીક.
ઇલેક પ્રત્યેનીક :–એટલે મહા પુણ્યને મળેલી પાંચે ઈદ્રિને સંયમમાં રાખીને તે દ્વારા ઘણા આધ્યાત્મિક કાર્યો કરી લેવા જોઈતાં હતાં, કેમ કે આત્મકલ્યાણ સાધવાને માટે ઈન્દ્રિય પણ સાધન છે. સ્વાધ્યાયબળ દ્વારા આત્મવશ બનેલી ઈન્દ્રિયે સાધકની ઈષ્ટ સાધનામાં સહાયક બનવા પામે છે. અન્યથા બળજબરીથી ઈન્દ્રિાને મારી નાખવા માત્રથી પાપના દ્વાર બંધ થતા નથી. ઘણીવાર આપણે જાણીએ છીએ કે, ઇન્દ્રિયોને બાહ્ય દૃષ્ટિથી મૌન આપેલું હોવા છતાં પણ સાધક પિતાના સિદ્ધિના પાને એક પછી એક સર કરી શકતું નથી