________________
, ૨૫
લેવા જેવી છે તમારી મારી મિત્રતા ભવાંતરમાં પણ ઉદિત થાય તે સિવાય મારે બીજું કઈપણ જોઈતુ નથી
ભગવતીસૂત્ર સાર સ ગ્રહને પ્રથમ ભાગ સમાપ્ત થઈ ગયે છે આશા છે કે તેની બીજી આવૃત્તિ પણ છપાવીએ. મળીશું ત્યારે વિચારીશું
તમે બીજો ભાગ પણ તૈયાર કર્યો તે જાણીને ઘણે જ આનંદ થયા છે આટલા ટૂંકા સમયમાં તમે બીજો ભાગ તૈયાર કરી રહ્યા છે, તે ગૌરવ લેવા જેવું છે.
મુંબઈ (મેહમયી) જેવી પ્રવૃત્તિપ્રધાન નગરીમાં આપશ્રી પિતાનો સ્વાધ્યાય-પ્રેમ ટકાવી શક્યા છે અને ભક્તોની વચ્ચે પણ સમાજને સાહિત્યિક અમૂલ્ય ભેટ આપી રહ્યા છે, તે માટે સમાજ તમારો ઋણી છે. અગાધ અને અગમ્ય એવા ભગવતી સૂત્ર ઉપરનું વિવેચન તમારામાં રહેલી શ્રતભક્તિ અને વિશાળજ્ઞાનને પરિચય આપે છે.
- પ્રશ્નોત્તરથી પ્રારંભ કરીને તમે દ્વાદશાગીમાં સર્વશ્રેષ્ઠ ભગ વતી સૂત્રના ૧૧ શતક સુધીનું જે વિવરણ અને ઘણા સ્થળે તે તે વિષને સ્પષ્ટ કરવા માટે જે વિવેચન કર્યું છે તે જોયા પછી મને અનુમાન છે કે મંદિરમાર્ગી સમાજમાં આપશ્રીને પરિશ્રમ સૌથી પ્રથમ છે. મારી સલાહ છે કે આ બીજા ભાગમાં હવે આગળ વધશે નહીં. કેમકે લગભગ ૫૦૦-૬૦૦ પિજથી વધારે પેજ ન થાય તે ઈચ્છનીય છે.
માને ન માને તમારી આંખમાં કંઈક ફેરફાર દેખાઇ રહ્યો છે.” આ શબ્દ આપશ્રીએ મને ઘણું જ લાગણીપૂર્વક