________________
૨૪ ચથલેખક અને ગ્રથના પ્રેરક ગુરુ-શિષ્યનો મહત્ત્વપૂર્ણ પત્રવ્યવહાર
શાંતાકુજ
સ ૨૦૩૨ ફાગણ વદિ ૪ દર્શનજ્ઞાન ચારિત્રપાસક, કલ્યાણમિત્ર, ભાઈ મનસુખલાલ મહેતા !
ધર્મલાભ સાથે જણાવતાં ઘણે જ આનંદ થાય છે કે – મારાથી વિચિત ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભાગ પહેલાનું પ્રકાશન બેરીવલી મુકામે જે થયું તે માટે તમારો સક્રિય સહકાર મેળવીને મને ઘણું જ પ્રસન્નતા થઈ છે.
હવે બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે, ઓઠમું શતક લખાઈ રહ્યું છે. જ્યારે શાંતાક્રુજ આવશે ત્યારે પ્રકાશન માટેની વાતો કરીશું. ”
–પં. પૂર્ણાન વિજય
આદરણીય અને વંદનીય પૂપં. પૂર્ણાનંદવિજયજી મહારાજ !
સાદર વંદના સાથે લખવાનું કે-પાર્લાના ઉપધાન પતાવીને આપશ્રી શાંતાક્રુઝ આવ્યા છે તેથી આનંદ થયો. કંઈક અસ્વસ્થ હોવાના કારણે તમને મળવા માટે ૨-૩ દિવસનો વિલંબ થશે. તા ક્ષમા ....
તમારા જીવન માટે હું કલ્યાણમિત્ર બન્યો હોઉં કે ભવિધ્યમાં બનવા પામું તે વાત મારા જેવા ગૃહસ્થને માટે ગૌરવ