________________
શિવપુરી ગયેલે, ત્યારે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પ શ્રી પૂર્ણ ન દવિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયે તેઓ તે વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિન પ્રતિદિન અમારે સ બંધ વધતી ગયો અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેનું ઉલ્લંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ અધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખવામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કોઈ દે મારાથી થઈ જવા પામ્યા હોય તે તે માટે વાચક મોટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું. નોંધ – *
| સ્વ. મનસુખલાલભાઈએ “ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'ના પહેલા ભાગમાં લખેલી વિસ્તૃત પ્રસ્તાવનાને ટૂંકી કરી ઉપર આપી છે. તે ભાગનું પ્રકાશન ખૂબજ શાનદાર રીતે બોરીવલી જામલી ગલીના ટ્રસ્ટીઓની સહૃદયતાથી સંપન્ન થયું. ત્યાર પછી -આ બીજો ભાગ પ્રસ્તુત છે. તેમની હૈયાતી સુધીમાં ૧૨ ફર્મા છપાઈ ચૂક્યા હતાં, તેનાથી તેમને ઘણી જ ખુશી હતી અને મુલુંડ સ ઘના ઉપક્રમે જ આનું પ્રકાશન થાય તે માટેની તેમની માનસિક પેજના હતી પરંતુ અફસ છે કે, તેઓ હવે હયાત નથી. આ
ગત વર્ષે હું સાંતાક્રુજના ઉપાશ્રયે હતું, ત્યારે તેમને એક કાગળ મારા કાગળના જવાબમાં આવ્યા હતા આ પ્રસ્તુત , પુસ્તકને અનુસંધાનરૂપ હેવાથી તેની ધ અક્ષરશઃ લીધી છે '