________________
૨૬૭
શતક ૮મું : ઉદ્દેશક-૮
જૈન મુનિઓને સ્પષ્ટ જવાબ સાંભળ્યા પછી હતાશ થયેલા અન્ય તીર્થિકે એ સ્થવિરેને કહ્યું કે, તમે જૈન મુનિઓ ગમ્ય. માન (જ્યાં જવાનું હોય) વ્યતિક્રમ્યમાન (જે રસ્તાને ઓળંગ હોય) તેને અગત અને અતિકાત માને છે રાજગૃહ નગરમાં પહોચવાની ઈચ્છાવાળાને તમે લેકે તે નગરને અસંપ્રાપ્ત માને છે.
જવાબમાં સ્થવિરેએ કહ્યું કે અમે લોકો ગન્તવ્ય સ્થાનને ગત, વ્યતિક્રમ્સમાણ સ્થાનને વ્યતિક્રાંત અને રાજગૃહી નગર તરફ પ્રસ્થાન કરેલાને રાજગૃહ સ પ્રાપ્ત માનીએ છીએ.
અરે તાપસો ! વ્યવહારની ભાષા પણ તમે સાંભળી છે?
જનાર
નીચેથી મેડા ઉપર જનાર માણસ હજી તે પહેલે પગથીએ પગ જ મૂક્ત હોય છે તે ય આપણે કહીએ છીએ કે તે માણસ મેડા ઉપર ગયે છે”, મેડે હજી સપ્રાપ્ત નથી તે પણ તમે અને અમે બોલીએ છીએ અને ભાવ સમજી લઈએ છીએ. નિરક્ષર પણ આ વ્યવહાર તે સાચે માને છે”
રાજગૃહી નગરીમાં પહોચતા હજી બે ત્રણ દિવસ લાગવાના છે તે એ કઈ પણ બીજાને પૂછે છે “ફલાણા ભાઈ ક્યા ગયા? ત્યારે સૌ કોઈ એક જ જવાબ આપે છે કે તે ભાઈ રાજગૃહી ગયા છે.
આ પ્રમાણે સ્થવિર જૈન મુનિઓએ અન્ય તીર્થિકને નિરૂત્તર કર્યા અને ગતિપ્રપાત નામનાં અધ્યયનની પ્રરૂપણ કરી.