________________
૨૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આહાર કરે છે, અદત્તની અનુમોદના કરે છે, અને પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે, માટે તમે સંયત વિરત આદિ છે, એ શી રીતે કહેવાય અને મનાય ?
પ્રત્યુત્તર આપતા સ્થવિરાએ કહ્યું: હે આર્યો! અમે જૈન મુનિઓ અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, અનુદતા નથી, માટે અમે દીધેલી (દત્ત) વસ્તુને જ ગ્રહણ કરનારા છીએ. તેને જ આહાર કરનારા અને અનુમોદનારા છીએ. તેથી અમે સયંતવિરત અને પ્રતિતપાપકર્મવાળા જ છીએ, અને સર્વથા જ્ઞાનચકૃત પંડિત છીએ. તાત્પર્ય સમજાવતા સ્થવિરેએ કહ્યું, અમે દિયમાન વસ્તુને દત્ત, પ્રતીગૃઢમાણ વસ્તુને પ્રતિગૃહીત અને નિસૃજ્યમાન વસ્તુને નિસૃષ્ટ માનીએ છીએ, તેથી પાત્રમાં પડતી વસ્તુને વચ્ચે કેઈ અપહરી લે તે તે વસ્તુને અમે અમારી માનીએ છીએ, દાતાની નહીં તેથી અમે અપાયેલી દત્ત વસ્તુને જ ગ્રહણ કરનારા છીએ. કેમ કે-દીયમાનકાળ ભલે વર્તમાન રહ્યો હોય અને દત્તકાળ ભૂતકાળ ભલે રહે તે એ બને અભેદ માનીને જ સ સારને વ્યવહાર ચાલે છે અને ચાલશે. કેમકે દાતાને દેવાને ભાવ છે, ગ્રાહકને ગ્રહણ કરવાને ભાવ છે. દાતા માણસ ગ્રાહકને દેવાની કલપનાથી દેવાની ક્રિયા કરી રહ્યો હોય છે, જ્યારે લેવાવાળા દાતા પાસેથી લેવાની ભાવનાથી લેવાની ક્રિયા કરી રહ્યો હોય છે આ પ્રમાણે સંસારને વ્યવહાર પ્રાયઃ કરીને બંને કાળને અભેદ માનવાથી સુચારૂ રૂપે ચાલે છે માટે દીયમાન વસ્તુ અદત્ત કહેવાતી નથી પણ દત્ત જ કહેવાશે અને અમે જૈન મુનિએ નદીધેલું જ લઈએ છીએ, તેને તમે હે આ! બરાબર સમજે.
આ વાતના અનુસંધાનમાં સ્થવિર મુનિઓએ અન્ય તીર્થિકોને કહ્યું છે તમારા સિદ્ધાંત પ્રમાણે જ દીપમાન વસ્તુ અદત્ત કહેવાય