________________
શતક ૮મું : ઉદ્દેશક-૮
તે કાળ અને તે સમયે રાજગૃહી નામની નગરી હતી, તેમાં ગુણશીલ નામે યક્ષનું ચૈત્ય હતું, પાષાણ વિશેષથી બનાવેલું સુંદર પૃથ્વીશિલા નામક પટ્ટક હતું, તે ચૈત્યથી છેડે દૂર ઘણું સંખ્યામાં બીજા ધર્મના વાદને માનનારા લોકો રહેતા હતા
તે કાળ અને તે સમયે પિતાના તીર્થની અપેક્ષાએ આદિકર ભગવાન મહાવીર સ્વામી તીર્થ કર હતા તેઓશ્રી એક દિવસે ચતુર્વિધ સઘની સાથે ગુણશિલ ચૈત્યના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણની રચના થઈ ભગવાનની દિવ્ય વાણું સાંભળીને ખુશ થયેલી પર્ષદા પિતાના સ્થાનકે ગઈ
જે કાળે ભગવત ચૈત્યના ઉદ્યાનમાં સમવસરણે બિરાજમાન હતાં, તે સમયે જાતિસમ્પન્ન, કુળસમ્પન્ન, યાવત્ જીવન અને મરણના ભય વિનાના ઘણુ સ્થવિરે ભગવાનથી ઘણા દૂર નહીં અને નજદીક નહીં, પિતાના ઉચિત સ્થાને બને ઘુંટણ ઉંચા અને મસ્તક નીચું રાખીને, ધ્યાનરૂપી કેઠામાં એટલે કે એકાગ્રતાપૂર્વકના ચિંતનમાં સ યમ અને તપથી આત્માને ભાવતા રહેતા હતાં. કોઠામાં રહેલું ધાન્ય જેમ સ્થિર રહે છે, તેમ તે સ્થવિર મુનિઓનું મન, ઈન્દ્રિયેની પ્રવૃત્તિમાં ભટક્યા વિનાનું સ્થિર હતુ. ક્રોધ, માન, માયા તથા લાભ નામના કષાયાને ઘણું જ પાતળા કરી દીધા હતાં.
આ પ્રમાણે તે સ્થવિરો જ્યા હતાં ત્યાં તે અન્ય તીર્થિક આવ્યા અને સાક્ષેપ તેઓ આ પ્રમાણે બેલ્યાઃ હે વિશે !