________________
૨૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે જીવ માત્ર પ્રતિ સમયે કંઈ ને કંઈ ક્રિયાઓ કરે છે.
માન્યું કે ખાનપાન-રહેણી-કરણી તથા કુટુંબનું કે પોતાનું રક્ષણ કરવા માટેની ક્રિયાઓ સર્વથા અનિવાર્ય છે. જેને કર્યા વિના જીવમાત્ર રહી શકતો નથી. કેમકે તે વિના તેનું જીવન જ જોખમમાં મૂકાઈ જવાને ભય રહે છે.
માટે ક્રિયાઓ કરવી સર્વથા અનિવાર્ય છે, અને કરાતી ક્રિયાઓમાં જીવહિંસા પણ રહેલી જ છે. આવી રીતના ધર્મ સંકટમાં પણ શાસ્ત્રકારોએ કહ્યું કે “કરાતી ક્રિયાઓથી હિંસાકર્મ ભલે લાગે, તે પણ તે કર્મોને બંધ તે પિતાના પરિણામ એટલે કે આત્માના અધ્યવસાય ઉપર નિર્ભર છે. માટે સંસારની વાસના અને પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની માયાને જેમ બને તેમ ઓછી કરવા માટેની જ ટ્રેઇનિંગ લેવી તે હિતાવહ માગે છે, તથા માનસિક જીવન અહિંસામય બનાવવું જેનાથી પરિણામોની શુદ્ધિ થતાં કરાતી ક્રિયાઓમાં જીવાત્મા અલિપ્ત અને અનાસક્ત રહેવા પામશે, જેથી કર્મોને રસબંધ અને સ્થિતિબંધ પડવા પામે નહીં. કદાચ પડશે તે એ પ્રતિક્રમણ દ્વારા ખંખેરાઈ જતા વાર નહીં લાગે.
પ્રશ્નોત્તરનો ભાવ આ પ્રમાણે છે • બીજા જીના ઔદારિક શરીરના આશ્રયને લઈ જીવાત્માને ત્રણ ક્રિયા તે નિશ્ચિત લાગશે. કદાચ એથી પણ લાગે અને પાચમી પણ લાગવા પામે.
ત્રણ કિયા એટલે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી કારણ આપતા ભગવંતે કહ્યું કે આ ત્રણે ક્રિયાઓને પરસ્પર અવિનાભાવ સ બ ધ છે. એટલે કે જે અવીતરાગી જીવ છે તે