________________
શતક ૮મું : ઉદ્દેશક-૭
૨૫૭ ' એવી રીતે પાકી ગયેલી સુગંધી કેરીને હાથમાં લઈને પંપા ળતી વખતે ભલે રાગ હશે? પણ, જયાં કેરીને રસ કે ટૂકડા ખાવાની લાલસા જાગૃત થઈ, ત્યાં જ કેરી ઉપરને રાગ, દ્વેષમાં બદલાઈ જતાં, તે કેરીના ફળને સૌથી પહેલાં ઠંડા પાણીની ડેલમાં ડુબાડી દેવામાં આવી. ત્યારપછી રાજી રાજી થતા કેરીને મસળવા બેઠા અને તેની રગેરગમાંથી રસ કાઢવાની તૈયારી કરી અને રસ કાઢ્યો, અથવા ચપુ વડે ઉપરની છાલ સરસ રીતે ઉતારીને ૫–૨પ ટૂકડા કરતા ગયા અને મોઢામાં મૂકતા ગયા. આ બધી ક્રિયાઓમાં દેવ તે પ્રત્યક્ષ રહેલે જ છે
પર સ્ત્રીને કે કન્યાને પિતાની બનાવવા માટે પહેલા તે તેના ઉપર રાગ સંજ્ઞા જ હોય છે, પછી પ્રેમમાત્રા જેમ જેમ વાસનામાં બદલાતી જાય છે, તેમ તેમ વાસનાના પ્રબલગે તે સ્ત્રીને પોતાની બનાવવા માટે જુદી જુદી જાતને છલ-પ્રપંચે કરીને પણ તેને વશ કરીએ છીએ
જ્યાં વાસના છે-મોહ છે ત્યાં દ્વેષરાજાની સવારી આવતાં * વાર ન લાગે
કૃષ્ણરાજાની પટ્ટરાણી રૂક્ષ્મણીના પૂર્વભવના જીવે મેરના અંડાને તેડ્યા નથી, તેડવા ફેડવાની ભાવના પણ હતી નહીં, કેવળ રાગવશ થઈને અંડા હાથમાં લીધા છે બાહ્ય મનમાં અંડાઓને કોઈપણ પ્રકારે હાનિ કરવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ અન્તહૃદયમાં સમ્યજ્ઞાનની જ્યારે કચાશ હોય છે, ત્યારે જીવમાત્રને અહિંસા તાવની સમજુતી હોતી નથી. અથવા રાગના કારણે દબાઈ જાય છે. માટે જ રાણીજી ભૂલ ખાઈ ગયા અને “મરણી અને અંડા જે માતા અને પુત્ર રૂપે હતા તેને વિયોગ કરાવ એ જ મોટામાં મોટી હિંસા છે, અને જ્યાં હિંસા છે ત્યાં પ્રચ્છન્ન રૂપે દ્વેષ તો હોય જ છે.