________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જ્યારે આપણા જીવાત્મા રાગાત્મક કે દ્વેષાત્મક બને છે ત્યારે બીજા ના ઔદારિક શરીરને આશ્રય આ પ્રમાણે લેશે:હાથ સાફ કરવા માટે માટી (પૃથ્વીકાયનું શરીર) પીવા અને હાથ–પગ ધોવા માટે પાણી (જલકાયનું શરીર) રસેઈ અને ઠંડીથી બચવા માટે અગ્નિ (તેજસ્કાયનું શરીર) શરીરની સુખાકારી માટે વાયુ (વાયુકાયનું શરીર)
સુધા ભાંગવા માટે અને જીભ ઈન્દ્રિયની લાલસાને સ ષવા માટે ગેહ, ચણા, ભીંડે, કાકડી, સાકર ટેટી, મસંબી, આંબા, ભાજી પાસે આદિ પદાર્થો જે વનસ્પતિકાયનું શરીર છે.
જ્યારે માથામાં પડેલી જૂ, લીખ, ઘરમાં થયેલા માંકડ, મછર, માખી, કીડી આદિથી પોતાનું રક્ષણ કરવા માટે, પ ચેન્દ્રિય કૂતરું, બીલાડે, ઉદરડા, ગાય, સાપ આદિ જાનવરથી બચવા માટે, તથા પોતાના માટે તૈયાર થતી હાટહવેલીમાં બેઈન્દ્રિય, ત્રીઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના હનનની ઉપેક્ષા કરશે તેજાબ અને સેડાથી બનેલા સાબુથી ધોયેલા કપડાનું મેલું પાણું ગટરમા નાખશે, જેથી ત્યાં રહેલા અસંમેય નાના મોટા કીડા આદિ ક્ષુદ્ર જતુઓનું હનન થશે. ઈત્યાદિક અહેરાતમાં કરાતી પ્રતિક્ષણની ક્રિયાઓમાં કયાંય રાગવશતા છે, તે કયાય ષવશતા છે, એટલે કે કેટલીક કિયાઓ કરવામાં રાગ રહેલા હોય છે જ્યારે બીજે ઠેષ પણ રહેલું હોય છે જેમ કે સ્નાન કરવામાં રાગ હોય છે, પણ સ્નાનનું કે ગંદા કપડા ધેલું મેલું પાણી જ્યારે ગટરમાં નાખવામાં આવશે ત્યારે આ ક્રિયા દ્વેષ વિના થતી નથી. સારાંશ કે રાગ અને છેષ સાથે જ રહેલા હોય છે માટે જ કહેવાય છે કે ક્રિયા રાગપૂર્વક હોય પણ તેને ઉપગ ઠેષ વિના થતું નથી.