________________
શતક સ્ : ઉદ્દેશક-૭
૨૫૫
ક્રિયાઓની વક્તવ્યતા :
પ્રશ્ન-બીજા જીવનાં ઔદારિક શરીરના ઉપયોગને આશ્રયી ઉપગ ઉપભેગ) કરતાં જીવને કેટલી કિયાઓ લાગશે?
ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! તે જીવને કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચ ક્રિયાઓ લાગશે કાયિકી, અધેિ. કરણિકી, પ્રાક્રુષિક, પારિતાપનિકી, અને આર ભિકી આ પ્રમાણે ક્રિયાઓ પાંચ છે.
ત્રિય ર ત્રિા” જે કરાય અથવા જેના વડે કરાય તેને ક્રિયા કહે છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે, અને જ્યાં કર્મ છે ત્યાં સંસાર છે. અને ચારે ગતિરૂપ સંસારમાં રહેનારો જીવ સંસારી કહેવાય છે
સંસારી જીવ અનંત કર્મ-વર્ગણાઓથી દબાઈને ખૂબ જ વજનદાર બનેલું હોવાથી તેને ખાવા-પીવા, ઉઠવા-બેસવા આદિને માટે કિયાએ કર્યા વિના ચાલતું નથી.
સમયે સમયે બદલાતા અધ્યવસાના કારણે કિયાવત થયેલા જીવને માટે આ પ્રશ્નોત્તર છે. કેમકે ક્રિયાવંત જીવને બીજા જીના ઔદારિક શરીરને ઉપયોગમાં લીધા વિના ચાલી શકે તેમ નથી.
પિતાથી અતિરિક્ત બીજા અનંતાનંત જીવોથી પરિપૂર્ણ આ સંસારમાં દેવ અને નારકને છોડીને એકેન્દ્રિયથી લઈ ૫ ચેન્દ્રિય સુધીના છાનું દારિક શરીર પરસ્પર એક બીજાને ઉપ
જ હોય છે.