________________
૨૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમ હે ગૌતમ! જે સાધક પિતાના અત્તરાત્માના પશ્ચાતાપપૂર્વક આરાધના કરવા તૈયાર થઈ ગયા છે, કરાયેલા પાપોને માટે જબરદસ્ત પસ્તાવે છે, અને ગુરુસન્મુખે પણ પાપોને પ્રકાશિત કરી દડ લેવાની ઉત્કટ ભાવનાવાલે મુનિ આરાધક જ બનશે
યદ્યપિ આરાધના માટે આવવું એ વર્તમાનકાળ છે, તે પણ હે ગૌતમ! ભૂતકાળ અને વર્તમાનકાળને અભેદની કલપનાથી આરાધના કરવા તૈયાર થયેલે તે મુનિ અવશ્યમેવ આરાધક છે. દિપકમાં જેમ જેતિ (અગ્નિ) બળે છે, તેમ આરાધના કરવા માટે તૈયાર થયેલે સાધક પણ સદૈવ દિપકની જેમ ચમકદાર બને છે.
સારાંશ કે ક્ષય પામ્યા વિનાની મોહકર્મની સત્તા પ્રત્યેક આત્માના અસંખ્યાત પ્રદેશમાં પિતાની સત્તા જમાવીને બેઠેલી છે. તેથી સત્તા સ્થાને રહેલે મેહ ગમે ત્યારે પણ નિમિત્ત મળતાં જ ઉદયમાં આવ્યા વિના રહેવાને નથી, અને ઉદયમાં આવતે મેહ નટરાજની જેમ ગમે તે પ્રકારે ગમે તે સ્થાનથી ઉદયમાં આવશે અને સાધકને તેવા પ્રકારની પરિસ્થિતિઓમાં ફસાવશે.
પરંતુ સાધક મેક્ષાભિનંદી હોય, પાપભીરુ હોય, તે કપડા ઉપર લાગેલી ધૂલ જેમ ઝટપટ ખંખેરી દેવામાં આવે છે, તેમ સાધક પિતાના કર્મોને પ્રાયશ્ચિત દ્વારા ખંખેરી નાખશે અને આરાધનાના માર્ગે આગળ વધીને ફરીથી અપકૃત્યોના સ્થાનેને સર્વથા બંધ કરશે.