________________
શતક ૮મું ઃ ઉદ્દેશક-૭
૨૫૩ આ પ્રમાણે આરાધન કરવા આવનાર મુનિ સ્થવિરેની મર્યાદામાં આવી ગયા પછી અને પ્રાયશ્ચિત લેતાં પહેલા તે સ્થવિર મૂક થાય કે કાળ કરી જાય ત્યારે પણ હે ગૌતમ! તે મુનિ આરાધક જ છે, પણ વિરાધક નથી. આ જ રીતે વિહાર. ભૂમિમાં કે ઈંડિત ભૂમિમાં કઈ મુનિથી અપકૃત્ય સેવાઈ ગયું હેય અને ઉપર પ્રમાણેની ભાવના થતાં તે મુનિ સ્થવિર પાસે આવવા નીકળે કે સ્થવિરોના ઉપાશ્રયે આવી જાય, પણ પ્રાર્યાશ્ચિત લેતા પહેલા સ્થવિર કે પ્રાયશ્ચિત લેનાર પોતે મૂક થઈ જાય કે કાળ કરી જાય તે પણ તે મુનિ આરાધક છે, વિરાધક નથી
તેવી રીતે કેઈ સાધ્વી ભિક્ષા માટે, વિહાર કે નિહાર માટે જતાં કંઈક અકૃત્ય સેવાઈ ગયું અને પ્રાયશ્ચિતની ભાવનાથી સ્થવિર પાસે આવે, અને સ્થવિર કે સાધ્વી મૂક થઈ જાય કે કાળ કરી જાય તે પણ હે ગૌતમ ! તે સાધવી આરાધક જ રહેશે પણ વિરાધક નહીં થાય.
આનું કારણ જાણવા માંગતા ગૌતમસ્વામી પૂછે છે કે, હું પ્રભો! આપ કયા કારણે તેમને આરાધક કહે છે, અને વિરાધક નથી કહેતા? ભગવાને કહ્યું કે હે ગૌતમ ! કઈ માણસ ઉનના ઢગલાને, હાથીના વાળના ઢગલાને, શણ કે કપાસના રેસાને કે ઘાસના દોરડાને તેડી ફાડી છેદી અને ભાંગીને બે-ત્રણ–ચાર– પાંચ ટકડા કરે અને પછી અગ્નિમાં નાંખે, ત્યારે હે ગૌતમ ! તોડાતા, છેદતાં, ભેદતાં કે અગ્નિમાં નંખાતા તે પદાર્થો તેડાયા. ડાયા, છેદાયા, ભેદાયા અને બન્યા એમ કહેવાય કે નહીં ?
ગૌતમે કહ્યું કે હે પ્રભો ! છેદાઈ રહેલાને છેદાયા, તેડાતાને સયાભદાતાને ભેદાયા અને અગ્નિમાં નંખાતાને નખાયા અને બળતાને બળાયા એમ કહેવાય છે.